અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.03 ડિગ્રી: ગાંધીનગર તાપમાન 15.01 ડિગ્રી નોંધાયું: સુરત 20.06 ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ઠંડીનો વર્તારો યથાવત છે. જેમાં નલિયા 13.02 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. તથા અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.03 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. ગાંધીનગર 15.01 ડિગ્રી સાથે સુરત 20.06 ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યુ છે. તેની સાથે રાજકોટમાં 18.11 ડિગ્રી સાથે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા 16.08 ડિગ્રી સાથે ઠંડુગાર થયુ છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. શિયાળાની સીઝનમાં પ્રથમ વાર નલિયામાં વધુ ઠંડી પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભૂજમાં 14.6 ડિગ્રી અને કંડલામાં 13.2 ડિગ્રી તાપમાન
નોંધાયું હતું.
આ સાથે જ અમદાવાદમાં 16.3, ગાંધીનગરમાં 15.01, ડીસામાં 14, વલ્લભવિદ્યાનગરમાં 15.6, કેશોદમાં 15.6, રાજકોટમાં 16.8, વડોદરામાં 17.4, સુરતમાં 22 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી તો આ તરફ માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું.