ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હી ભારત સરકાર દ્વારા બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે જુનાગઢ જિલ્લામાં જોઈન્ટ એકશન પ્લાન અમલમાં મુકવામાં આવેલ છે. જે પ્લાનમાં મુખ્યત્વે બાળકોમાં નશાકારક ચીજવસ્તુઓનો ઉપયોગ અટકાવવા માટે જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે જુનાગઢ જીલ્લામાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીના સંયુક્ત ઉપક્રમે એક યુધ્ધ નશે કે વિરુદ્ધ બાળ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. બાળ રેલી નરસિંહ વિધા મંદિરથી ગર્લ્સ હાઈસ્કુલ સુધી યોજવામાં આવેલ હતી. આ બાળ રેલીને માન. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા લીલી ઝંડી આપી જૂનાગઢમાં નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. રેલીમાં નરસિંહ વિધા મંદિરના વિધાર્થીઓ તેમજ એમ.જી. ગર્લ્સ હાઇસ્કુલની વિધાર્થીનીઓ અને શિક્ષક ગણ બહોળી સંખ્યામાં જોડાઈ વિશાળ રેલી યોજવામાં આવેલ હતી. જેમાં બાળકો અને સ્ટાફ દ્વારા એક યુધ્ધ નશે કે વિરૂઘ્ધના ઝુંબેશ ચલાવવા માટે સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતા.