રક્ષાબંધન આવે એટલે લાડકી બહેનની હરખના મોતી અને રેશમના તાંતણે બંધાયેલભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રાખડીની બજારમાં માંગ વધતી હોય છે ત્યારે જૂનાગઢના દિવ્યાંગ બાળકોએ આ વર્ષે ખાલી જગ્યા રાખડીનું વેચાણ કરીને અન્ય ને પ્રેરણાદાયી બન્યા છે. જૂનાગઢમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને પુન:સ્થાપિત કરવા માટે એક પહેલ કરી છે ત્યારે દિવ્યાંગ બાળકોને રોજગારી મળી રહે તેવા ઉદેશથી બાળકો પાસે રાખડીઓના બજારમાંથી આવક મેળવતા શીખવવામાં આવે છે રેડ ક્રોસ હોલ સ્થિત આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો ને રાખડીના રો મટીરીયલ ની ખરીદી કરી તેમાંથી રાખડીઓ બનાવી અને બજારમાં વેચતા શીખવવામાં આવે છે.
તાજેતરમાં રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે જૂનાગઢના દિવ્યાંગ બાળકોએ શહેરની શાળાઓ અને કોલેજોમાં પોતાના હાથે બનાવેલી રાખડીઓનું વેચાણ કરવામાં આવે છે રૂ.5 થી લઇ અને રૂ. 70 સુધીની અવનવી ડિઝાઇન વાળી રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે મહત્વનું છે કે આ રાખડીમાંથી બહેન ભાઈ ની રક્ષા માટે આ રાખડી વાપરે છે પરંતુ અહીં આ રાખડીમાંથી મળતા મહેનતાણામાં દિવ્યાંગ બાળકો પણ પોતે સક્ષમ હોવાના જીવંત પુરાવો આપી જાય છે.જુનાગઢની સેવાભાવી જનતા પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બની છે અને હર્ષ ઉલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણીમાં દિવ્યાંગ વ્યક્તિઓને પણ સહભાગી બનવામાં આવ્યા છે જે ખરેખર ગર્વની બાબત છે.