ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
અમદાવાદની હાટકેશ્વરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામૂકી જેવી સમાન્ય બાબતમાં ધો.10ના વિદ્યાર્થી દ્વારા સહવિદ્યાર્થીની હત્યા કરી દેવાઇ હતી. આવી સ્થિતીમાં બાળકોની માનસિક સ્થિતી જાણવા ખારાઘોડાની મહિલા સામાજિક કાર્યકર્તાએ બાળકોની આક્રમતા જાણવા 17 શાળાના 2000 બાળકો સાથે સમય વિતાવ્યો હતો. જેમાં મોડી રાત સુધી મોબાઇલ જોવાની લતવાળા બાળકો આક્રમક અને ગુસ્સાવાળાનું તારણ સામે આવ્યું હતું.
શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 20% બાળકો એકદમ શાંત, 40% બાળકો પ્રાકૃતિક પ્રેમી અને બાકીના 40% બાળકો ગુસ્સાવાળા અને આક્રમક જોવા મળ્યા. જે બાળકો પ્રાકૃતિક પ્રેમી હતા એમને શિક્ષકો સાથે મળીને વૃક્ષોને નિયમિત પાણી આપવાનું અને એનું જતન કરવાનું કહેવામાં આવ્યું. સાથે વિદ્યાર્થીઓ સાથે બેસીને એમની સાથે વાતો કરીને સફેદ, લાલ અને લીલો ત્રણમાંથી એક કલર પસંદ કરવા જણાવ્યું હતું. જેમાં સફેદ કલર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ શાંત વલણવાળા હતા, લીલો કલર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક પ્રેમી-જેમાં બાળકો વૃક્ષારોપણ અને વૃક્ષો પ્રત્યે પ્રેમભાવના એમનામાં જોવા મળી, જયારે લાલ કલર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓમાં પણ તીવ્ર, મધ્યમ અને ઓછા ગુસ્સાવાળા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા.
રંગ પસંદગી દ્વારા સ્વભાવની ઓળખ
- Advertisement -
આ સર્વે દરમિયાન ડો. ગોહિલે વિદ્યાર્થીઓને સફેદ, લાલ અને લીલા રંગમાંથી એક રંગ પસંદ કરવા જણાવ્યું હતું.
સફેદ રંગ પસંદ કરનારા વિદ્યાર્થીઓ શાંત સ્વભાવના હતા. લીલો રંગ પસંદ કરનારા બાળકો પ્રાકૃતિક પ્રેમી હતા અને વૃક્ષો પ્રત્યે પ્રેમભાવના ધરાવતા હતા. આ બાળકોને નિયમિત વૃક્ષોને પાણી આપવાનું અને તેનું જતન કરવાનું કહેવામાં આવ્યું. લાલ રંગ પસંદ કરનારા બાળકોમાં ગુસ્સાનું પ્રમાણ તીવ્ર, મધ્યમ અને ઓછું જોવા મળ્યું હતું.