ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
મદ્રાસ હાઈકોર્ટે સિંગાપોરના એક નાગરિકને સિટીઝનશીપ એકટની ધારા 8(2) અંતર્ગત ભારતની નાગરિકતા આપવાની મંજુરી આપી હતી, આ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. વિદેશ જઈને, વસેલા લોકોના સંતાનો ભારતીય નાગરિકતા ન મેળવી શકે.સુપ્રીમ કોર્ટે એક કેસમાં ફેસલો આપતા જણાવ્યું હતું કે, જયારે કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા મેળવી લે છે તો સીટીઝનશીપ એકટની ધારા 9 અંતર્ગત તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. આ સ્થિતિમાં તેની નાગરિકતાની સમાપ્તીને સ્વૈચ્છીક નહીં માનવામાં આવે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે સ્પષ્ટ કર્યુ હતું કે બંધારણ લાગુ થયા બાદ ભારતની બહાર જન્મેલ વ્યક્તિ બંધારણની કલમ 8 અંતર્ગત એ આધારે ભારતની નાગરિકતાની માંગ ન કરી શકે કે તેમના દાદા-દાદી-પૂર્વજો અવિભાજીત ભારતમાં જુમ્યા હતા.આખો મામલો એવો છે કે મદ્રાસ હાઈકોર્ટે સિંગાપોરના એક નાગરિકને સીટીઝનશીપ એકટની ધારા 8(2) અંતર્ગત ભારતની નાગરિકતા આપવાની અનુમતી આપી હતી. અરજદારના માતા-પિતા સિંગાપોરની નાગરિકતા પ્રાપ્ત કર્યા પહેલા ભારતના નાગરિક હતા જેના પરથી અરજદારને મદ્રાસ હાઈકોર્ટે નાગરિકતાની મંજુરી આપી હતી. આખા મામલો બાદમાં સુપ્રીમ કોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો ફેસલો ફગાવી કહ્યું હતું કે વિદેશમાં જઈ વસેલા લોકોના બાળકો ભારતીય નાગરિકત્વ નહી મેળવી શકે.



