ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિ જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા.25 થી 1 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના અનુસૂચિત જાતિના બાળકો ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ મેળવી હતી.
સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં અધ્યક્ષ સી.જી.સોજીત્રા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી એન.ડી.વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડ, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં રામભાઈ ચન્દ્રવાડીયા પાદરીયા, હસમુખભાઈ વેગડ સરતાનપર, પ્રીયા સોલંકી રાજકોટ, દશરથ પરમાર પાટણ, રવિકુમાર પરમાર બોટાદ, પવનકુમાર ઓઝા એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે અને કે.પી. રાજપૂત અમદાવાદ, કોર્ષ ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી.આ તાલીમમાં શિબિરાર્થીએ કેમ્પના અનુભવો વિશે તેમના અભિપ્રાય આપતા કહ્યુ કે, કેમ્પમાં ખુબ મજા આવી તથા તેઓને કુદરતી વાતાવરણમાં રહેવાની ખુબ મજા આવી તેમજ તેઓ તેમના મિત્રોને પણ આવા કોર્ષ કરવા માટે પ્રેરણા આપશે.