ટ્રમ્પના સહયોગી ટેસ્લાના માલિકે ઝેલેન્સ્કી પર નિશાન સાધ્યું
ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી અને ટેસ્લાનાં સીઈઓ એલન મસ્કે પણ હવે યુક્રેનનાં રાષ્ટ્રપનિ ઝેલેન્સ્કી પર નિશાન સાધી જણાવ્યું છે કે યુક્રેનમાં બાળકો મરી રહ્યા છે અને ઝેલેન્સ્કી પત્નિ સાથે ફોટોશૂટ કરાવી રહ્યા છે. મસ્કે રશીયા-યુક્રેનનાં યુદ્ધ દરમ્યાન 2022 માં ઝેલેન્સ્કી અને તેની પત્નિ દ્વારા એક મેજેઝીન માટે કરાવેલ ફોટોશૂટની કેટલીક તસ્વીરો શેર કરીને કડક ટીકા કરી છે.
- Advertisement -
મેગેઝીને આ ફોટોને પોટ્રેઈટ ઓફ બ્રેવરી-યુક્રેનની પ્રથમ મહિલા ઓલેનાં ઝેલેન્સ્કીનાં નામે બહાર પાડી હતી. એ સમયે છપાયેલ આ ફીચરનો ઉદેશ યુદ્ધની પરિસ્થિતિને લઈને યુક્રેની લોકોને જાગૃત કરવાનો હતો જોકે આ ફોટોશુટને લઈને તે સમયે અનેક જગ્યાએ આલોચના થઈ હતી. રિપબ્લીકન નેતા લારેન બોએબર્ટે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા હતા.
મસ્કે આ મુદ્દે સવાલો કરતા કહ્યું હતું કે અમે યુક્રેનને મદદ કરવા માટે 60 અબજ ડોલરની સહાયતા મોકલી ચૂકયા છીએ પણ લાગે છે કે ઝેલેન્સ્કીને વધુ ફરક નથી પડતો તે તો પોતાની પત્નિ સાથે ફોટોશુટ કરાવવામાં વ્યસ્ત છે.