સરકારી ચોપડે બનેલી માયનોર કેનાલ વાસ્તવિક રીતે ગાયબ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો સમૃધ્ધ બને તે માટે કેનર્ડાના નીરને કચ્છના છેવાડા સુધી પહોચાડવા હજારો કરોડના ખર્ચ સાથે નર્મદા કેનાલો નિર્માણ કરાઈ છે આ નર્મદા કેનાલો પણ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે પરંતુ જ્યાં નર્મદાની મુખ્ય કેનાલોનું પાણી નથી પહોંચી રહ્યું ત્યાં મુખ્ય કેનાલોમાંથી માયનોર કેનાલ થકી ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચાડવાની પધ્ધતિ હતી પરંતુ આ માયનોર કેનાલના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળતી ધ્રાંગધ્રા, મોરબી અને માળિયા બ્રાન્ચની મુખ્ય કેનાલો નીકળે છે આ કેનાલોની પેટા કેનાલ એટલે કે માયનોર કેનાલનું કામ મોટાભાગે અધૂરું છે. ખેડૂતોના ખેતર સુધી પહોચતી કેનાલ અધવચ્ચેથી જ પૂર્ણ થઈ જાય છે એટલે કે કેટલીક જગ્યાએ જ્યાં કામ અધૂરું છે ત્યાં અગાઉ નિર્માણ થઈ ચૂકેલી માયનોર કેનાલ જર્જરિત થઈ ચૂકી છે લગભગ બે દાયકાથી આ માયનોર કેનાલનું અધૂરું કામ ખેડૂતો માટે માથાના દુખાવો સમાન સાબિત થયું છે કારણ કે જ્યારે મુખ્ય કેનાલોમાંથી માયનોર કેનાલના પાણી છોડવાના આવે અને અધૂરી માયનોર કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં જતા વાવેતર કરેલ પાક નષ્ટ થઈ જાય છે. સુરેન્દ્રનગરના ખેડૂત એમ.ડી.પટેલ જણાવે છે કે ” તેઓના જસાપર ગામે છેલ્લા ધસેક વર્ષ કરતા પણ વધુ સમયથી કેટલી માયનોર કેનાલનું કામ અધૂરું છે અને કેટલીક માયનોર કેનાલ તો માત્ર સરકારી છોડે જ નિર્માણ થઈ ચૂકી છે.
- Advertisement -
જેના લીધે અધિકારી માયનોર કેનાલોમાં પાણીના લીધે ખેડૂતના ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે જેથી પાકને પૂર્ણરૂપે નુકશાન થાય છે મોંઘવારીના સમયમાં બિયારણ, દવાઓ અને ખાતરના રૂપિયા પણ પાણીમાં જાય છે. આગાઉ નર્મદા વિભાગના કર્મચારી દ્વારા માયનોર કેનાલોમાં સરકારી ચોપડે દર્શાવી લાખો નહિ કરોડોનો ભ્રષ્ટાચાર આચરી લેવાયો છે પરંતુ આમાં ખેડૂતોનો શું વાંક ? જોકે આ ખેડૂતની વાત પણ સાચી છે સરકારી કર્મચારીએ કરેલા ભ્રષ્ટાચારનો ભોગ બનેલા ખેડૂતો ભોગવી રહ્યા છે તેવામાં ખેડૂતોને માયનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાથી મુખ્ય કેનાલોમાં પાણી લેવાનો પ્રયત્ન કરે છે અને જેના લીધે ખેડૂતો પર પાણી ચોરીની ફરિયાદો કરી ગુન્હેગાર દર્શાવાય છે ત્યારે ભ્રષ્ટાચાર કરેલ કર્મચારી નિવૃત થઈ ચૂક્યા બાદ હવે જ્યારે તેઓના પર ગુન્હા નોંધાયા છે અને નિર્ણય આવે ત્યારે સજા પણ ભોગવવી પડશે પરંતુ આ તરફ ખેડૂતો છેલ્લા એક દશકાથી વગર વાંકે સજા ભોગવી રહ્યા છે જે ખેડૂતો પર સરકાર રહેમનજર રાખી અધૂરી માયનોર કેનાલ પૂર્ણ કરે તેવી માંગ જિલ્લાના ખેડૂતો દ્વારા ઉઠાવી છે.