-મુખ્યમંત્રીએ કોન્વોય અટકાવી દર્દીઓને મળતી સવલતો અંગે પૃચ્છા કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કેથલેબ અને કાર્ડીયોલોજી વિભાગને ખુલ્લો મુક્યા બાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વિભાગ ખાતે કોન્વોય ઉભો રખાવી દર્દીઓને મળતી તબીબી સેવાઓની સવલતો વિશે પૃચ્છા કરી હતી. દર્દીઓ દ્વારા કેટલીક બાબતોની રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીશ્રીએ ધૈર્યપૂર્વક તેઓની વાત સાંભળી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ પગલાની મુખ્યમંત્રીએ આ તકે ખાતરી આપી હતી.
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રૂા.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કેથલેબ અને 25 ઈલેકટ્રીક બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પી.એમ.એસ.એસવાય બિલ્ડીંગના પાંચમાં માળે તૈયાર કરવામાં આવેલ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેથલેબ સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ લેબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ હદયરોગના દર્દીઓને રાહતદરુ સારવાર પ્રાપ્ત થશે.