અયોધ્યામાં શઅરીરામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરનું નિર્માણ હવે બીજા પડાવમાં આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે રામલીલના ગર્ભગૃહમાં શિલાપુજન કર્યા પછી પહેલી ઇંટ રાખી હતી. ત્યાર પછી મીડિયા સાથેની વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે, આજનો દિવસ શુભ અને ઐતિહાસિક છે.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, શિલાપુજન મારા માટે સૌભાગ્યની વાત છે. રામમંદિર દેશનું રાષ્ટ્રમંદિર બનશે. આજથી ઇંટ રાખવાનું કામ ઝડપથી શરૂ થશે. જલ્દી જ રામમંદિર બનીને તૈયાર થશે. બે વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ મંદિરનું ખાતમુર્હુત કર્યુ હતુ.
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath lays the foundation stone for Ram Mandir's Garbhagriha in Ayodhya. pic.twitter.com/Hw55YwdEqX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 1, 2022
- Advertisement -
જણાવવામાં આવી રહ્યું છે કે, ઉત્તરપ્દેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ અવસર પર કાર્યક્રમમાં હાજર રહેશે અને ગર્ભગૃહના નિર્માણનું ખાતમુર્હુત પણ કરશે. એક ઇંટ લગાડીને પહેલા માળનું કાર્ય ચાલુ કરશે. આ અવસર પર શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના ટ્ર્સ્ટી અને અયોધ્યાના સાધુ-સંતો પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં બાંધકામ કાર્યમાં
રૂકાવટને લઇને કેટલીય વાતો સામે આવી હતી. જો કે વિશ્વ હિંદુ પરિષદ અને તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટની તરફથી સંયુક્ત રૂપે જણાવવામાં આવ્યુ્ં કે, બાંધકામનું કાર્ય પૂર્વનિર્ઘારીત રીતે ચાલી રહ્યું છે. ક્યારેક કોઇ અડચણને અવકાશ હોય શકે. ટ્ર્સ્ટીઓનું માનવું છે કે, મંદિરના ગર્ભગૃહના નિર્માણ કાર્ય શરૂ થશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath pours cement on the stones during the foundation stone laying ceremony of Ram Mandir's Garbhagriha in Ayodhya. pic.twitter.com/XfONb0sYCs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 1, 2022