યોગી આદિત્યનાથે ભગવાનની જયઘોષની સાથે ભારતમાતાની જય અને જય સીતારામની સાથે ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, પ્રભુ રામ લલાના ભવ્ય, દિવ્ય, અને નવ્ય ધામમાં બિરાજમાન થયા એના માટે સમગ્ર દેશવાસીઓને અભિનંદન.આજે આ ઐતિહાસિક અવસર પર ભારતનું દરેક નગર, દરેક ગ્રામ અયોધ્યા ધામ છે. દરેક મનમાં રામ વસેલા છે. દરેક આંખમાં હર્ષ અને સંતોષના આંસુ છે. રોમ-રોમમાં રામ છે.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath addresses people after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/OenC8dVAi9
- Advertisement -
— ANI (@ANI) January 22, 2024
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ભારતનો દરેક માર્ગ રામજન્ભૂમિની તરફ આવી રહી છે. મંદિર ત્યાં જ બન્યું છે, જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો. બહુસંખ્યક સમાજની લાંબી લડાઇ છે. રામ મંદિર નિર્માણ માટે વર્ષોની લડાઇ છે. શ્રીરામ જન્મભૂમિ મંદિરની સ્થાપના ભારતના સાંસ્કૃતિક પુનર્જગરણ માટે આધ્યાત્મિક અનુષ્ઠાન છે, એક રાષ્ટ્ર મંદિર છે. શ્રી રામલલા વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા રાષ્ટ્રીય ગૌરવની ઐતિહાસિક ક્ષણ છે.
- Advertisement -
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The temple has been built where we had resolved to build it…"#PranPratishthaRamMandir pic.twitter.com/pgAlnm7NKo
— ANI (@ANI) January 22, 2024
તેમણે વધુમાં કહ્યું કે, રામ કૃપાથી હવે કોઇ પણ શ્રી અયોધ્યા ધામની પારંપરિક પરિક્રમાને નડશે નહીં. હવે અહિંની ગલીઓમાં ગોળી નહીં વરસે, સરયૂ નદી લોહીથી ખરડાશે નહીં. અયોધ્યા ધામમાં કર્ફ્યૂ નહીં લાગે. એક ઉત્સવ છે. રામનામ સંકીર્તન ગુંજતો રહેશે. હવે અહિં દરરોજ દિવાળી રહેશે. જય શ્રી રામ
પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહ પછી ઉપવાસ તોડ્યો
#WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ
— ANI (@ANI) January 22, 2024
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી અને RSS સંઘના વડા મોહન ભાગવતને અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપીને સનમાન કર્યુ.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath presents a replica of Ayodhya's Ram temple to PM Narendra Modi at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
#RamMandirPranPrathistha pic.twitter.com/oBJXl6Nv6u
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath presents a replica of Ayodhya's Ram temple to RSS chief Mohan Bhagwat at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/qHNYtl46Pt
— ANI (@ANI) January 22, 2024