CM રૂપાણી એટલે વિકાસ નેતા.. PM મોદીના ગુજરાતમાં CM રૂપાણી આલેખી રહ્યા છે વિકાસગાથા
જાણો છેલ્લા સાત દિવસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સાત મહત્વપૂર્ણ કાર્યો
કચ્છમાં નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને 1 મિલીયન એકર ફિટ પાણી આપવા રૂ. 347પ કરોડના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ફેઈઝ-1 હેઠળ 347પ કરોડ રૂપિયાના અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી. કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 96 ગામોની ર લાખ 3પ હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે. છ તાલુકાઓની 3 લાખ 80 હજાર માનવ વસ્તીને-લોકોને આ પાણીનો લાભ મળશે. આ યોજના અંતર્ગત કચ્છના સરણ જળાશય સહિત 38 જળાશયોમાં નમર્દાનું પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનામાં નિરાધાર થયેલાં બાળકોને સહાય તથા મોકળા મને કાર્યક્રમ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે એવું જણાવી કોરોનામાં માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મોકળા મને સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવા અનાથ-નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને રૂ. 4000ની સહાય આપવામાં આવે છે તેની વયમર્યાદા વધારીને ર1 વર્ષ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. કોરોનાકાળમાં માતા-પિતાના મૃત્યુના લીધે નિરાધાર બનેલા બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ દર મહિને રૂ. 4000ની સહાય ઈ-પેમેન્ટ દ્વારા આપવાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં નોંધાયેલા આવા 776 બાળકોને રૂ. 31 લાખથી વધુની સહાય આજે સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવી હતી. રાજ્યના 33 જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.
- Advertisement -
ખેડૂતોને સિંચાઈ-પાણી માટે વધુ બે કલાક વીજળી અપાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી મળશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝન 10 દિવસ પહેલા શરૂઆત થઇ હતી પરંતુ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં વરસાદ 10 દિવસ પાછો ખેંચાયા હોવાના કારણે રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વિજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાના ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની નામના જળવાઈ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ નિભાવતા રહેવાનું પ્રોત્સાહન અધિકારીઓને આપ્યું હતું. નગરોમાં રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી પાયાની સુદ્રઢ સુવિધાઓ હોય તેની સાથે-સાથે વિવિધ નાગરિક સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન મળી રહે તે પ્રકારની સુવિધા વિકસાવવા પર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.
સુરત ખાતે પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ઉદ્દઘાટન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. આ ડિજીટલ કેન્દ્ર ખજખઊ ક્ષેત્રના ઉદ્યોગોના નિયોજકોને ઓનલાઈન ટ્રેડિંગ માટે ટ્રેનિંગ અને માર્ગદર્શન તેમજ આવશ્યક સંસાધનો એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવશે. આ સેન્ટર કાર્યરત થવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સુરતમાં 41000 કરતાં વધારે ખજખઊ યુનિટ કાર્યરત છે. સુરતમાં એમેઝોન કેન્દ્રનો લાભ પ્રાપ્ત થતાં રાજ્યભરના ખજખઊ ને પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.
- Advertisement -
મુખ્યમંત્રી રૂપાણીએ સુરતના ડાયમંડ બુર્સની મુલાકાત લીધી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સુરતના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ’સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ધસ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે.
સુરતમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ
સુરતમાં મનપા અને સુડાના રૂ.1270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડાયમંડ સિટી સુરતના શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકાના કુલ રૂ.1072.84 કરોડના જુદાજુદા એક ડઝન પ્રકલ્પો લોકાર્પિત કર્યા હતા. જેમા સ્લમ અપગ્રેડેશન વિભાગના કુલ રૂ.307.39 કરોડના 8 પ્રોજેકટ, ડ્રેનેજ વિભાગના રૂ.675.46 કરોડના ત્રણ પ્રોજેકટ, અને બ્રિજ સેલના રૂ.89.99 કરોડના એક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુડા દ્વારા રૂ.197.37 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આવાસોનો ડ્રો પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાયો હતો. આમ, એક જ દિવસે સુરત શહેરને કુલ રૂ.1270.21 કરોડના વિકાસકામોની ભેટ મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં તાપી નદી ઉપર 89.99 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉમરા-પાલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.