અરવિંદ કેજરીવાલે આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો પણ કહ્યું 12 માર્ચ પછીની તારીખ આપવા કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અરવિંદ કેજરીવાલે આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે હવે તે EDના સવાલોના જવાબ આપવા તૈયાર છે. કેજરીવાલે આજે EDને પોતાનો જવાબ મોકલ્યો છે અને કહ્યું છે કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની સામે હાજર થવા તૈયાર છે. તેણે EDને આ માટે 12 માર્ચ પછીની તારીખ આપવા કહ્યું છે.
- Advertisement -
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ 27મી ફેબ્રુઆરીએ 8મુ સમન્સ મોકલ્યું હતું. જેઓ દારૂના કૌભાંડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે અને તેમને 4 માર્ચે હાજર થવા જણાવ્યું હતું. આ આઠમી વખત છે જ્યારે કેજરીવાલ ED સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલ અત્યાર સુધી એક પણ સમન્સ પર ઇડી સમક્ષ હાજર થયા નથી. દરેક વખતે તેમણે આ સમન્સને ‘ગેરકાયદેસર’ ગણાવ્યા છે. આ પહેલા તેણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ પત્ર લખીને સમન્સ પરત ખેંચવાની માંગ કરી હતી.
Delhi CM Arvind Kejriwal has sent a reply to the Enforcement Directorate. He said the summons is illegal but still he is ready to answer. Arvind Kejriwal has asked for a date after March 12 from ED. After that, Arvind Kejriwal will attend the hearing via video conferencing: AAP… pic.twitter.com/GHEUSQglZx
— ANI (@ANI) March 4, 2024
- Advertisement -
જાણો શું કહેવું છે AAPનું ?
આમ આદમી પાર્ટી (AAP) અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જવાબ મોકલ્યો છે. તેમણે કહ્યું કે સમન્સ ગેરકાયદેસર છે, પરંતુ તેમ છતાં તે જવાબ આપવા તૈયાર છે. અરવિંદ કેજરીવાલે ED પાસેથી 12 માર્ચ પછીની તારીખ માંગી છે. જે બાદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં હાજરી આપશે.
નોંધનીય છે કે, આ પહેલા કેજરીવાલે 22 ફેબ્રુઆરીએ ED દ્વારા મોકલવામાં આવેલી સાતમી નોટિસને પણ અવગણી હતી અને કોર્ટના નિર્ણયની રાહ જોવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો કોર્ટ આ અંગે આદેશ આપશે તો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. નોંધનીય છે કે દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં કેજરીવાલ હાજર ન થવાને લઈને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આના પર કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
આઠમું સમન્સ જાહેર કરતી વખતે EDએ એ દલીલને ફગાવી દીધી હતી કે, કેજરીવાલને હાજર થવા માટે મોકલવામાં આવેલી નવી નોટિસ અયોગ્ય હતી કારણ કે આ કેસ સ્થાનિક કોર્ટમાં સબ-જ્યુડિસ હતો. કેજરીવાલે ગયા વર્ષે 2 નવેમ્બર અને 22 ડિસેમ્બરે મોકલેલા છેલ્લા સાત સમન્સ અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરીએ મોકલેલા સમન્સને ‘ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવીને બાજુ પર રાખ્યા હતા.