રૂ.565.63 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
રાજકોટ મનપાના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી, રૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.332.26 કરોડના જુદા જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના 133, MIG (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવા આજ તા.26/03/2025, બુધવારના રોજ સાંજે 05:00 કલાકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.25/03/2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ-કર્મચારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરવામાં આવી છે.
આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, એચ.આર. પટેલ, સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, સમીર ધડુક, દિપેન ડોડીયા, સિટી એન્જી. પી.ડી.અઢીયા, રોશની વિભાગના સિટી એન્જીનિયર બી.ડી. જીવાણી, સી.એફ.ઓ. અમિત દવે, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન બી.આર.જાકાસણીયા, મેનેજર કૌશિક ઉનાવા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ધોણીયા, નિરજ વ્યાસ, નિલેશ કાનાણી, મયુર ખીમસુરીયા, સુર્યપ્રતાપસિંહ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, ડેપ્યુટી એન્જી. ઇન્દ્રજીત વસાવા, એમ.વી.ગાવિત, વિરમ મુંધવા, બિરજુ મહેતા, રાજેશ બગથલીયા અને એજન્સીના પ્રતિનિધિઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના લગત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, વી.વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, મિનીટ ટુ મિનીટ કાર્યક્રમ, ડાયસ પ્લાન, બેકડ્રોપ, પોડિયમ, સાઈનેજીસ, લાઈટ્સ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, પાર્કિંગ વગેરે તમામ બાબતોની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ માહિતી મેળવી હતી અને અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરી સુચનાઓ આપ્યા હતા.