આટકોટ-મવડીમાં 650 આંગણવાડીમાં છઘ સિસ્ટમ,
ઇ-રીક્ષા તથા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનોનું લોકાર્પણ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રાજકારણનો ધમધમાટ શરૂ થયો છે. ગઈકાલે કેજરીવાલની જંગી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવેલા છે. જે તેઓ આજે એરપોર્ટ પહોંચ્યા બાદ ઈખ પટેલ સીધા બાયરોડ રામપરા બેટી ખાતે જવા રવાના થયા હતા. જ્યાં રામપરા બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોના લોકાર્પણની સાથે 40-40 મીટરના 300 પ્લોટની સનદનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. ઈખ પટેલે આ તકે 200 રૂમના હોસ્ટેલ નિર્માણની જાહેરાત કરી હતી.
આ તમામ મકાનોને પી.જી.વી.સી.એલ.ના સહયોગથી વિવિધ યોજના અન્વયે વિના મૂલ્યે વીજ કનેકશન્સ તાત્કાલિક ધોરણે આપવામાં આવ્યા છે. જ્યાં ઈખ પટેલ દ્વારા 19 પ્લોટધારકોને સનદ ફાળવણી કરવામાં આવી હતી. આ સાથે ઉજ્જવલા 2.0 યોજના અંતર્ગત 29 લાભાર્થીઓને ગેસ સીલીન્ડરની ફાળવણી કરી હતી. જ્યારે આટકોટ ખાતે પોલીસ માટે રૂ. 648.70 લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે રૂ. 1443.60 લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. શુદ્ધ પાણી પૂરું પાડતા 650 આર.ઓ. મશીનનું પણ લોકાર્પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
31 ટીપરવાન તથા બંધ બોડીના બે મોટાં ટ્રકના કાફલાનું લોકાર્પણ
આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જુદા જુદા કાર્યક્રમોના લોકાર્પણ તેમજ અન્ય બાબતોને લઈ રાજકોટ આવ્યા હતા. બપોરે એક વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવી પહોંચેલા મુખ્યમંત્રીનું મેયર, સ્ટે.ચેરમેન, સાંસદ સહીતના ભાજપના પદાધીકારીઓએ સ્વાગત કર્યુ હતું. પોતાના નિર્ધારીત સમય કરતા આશરે એક કલાક મોડા પહોંચેલા મુખ્યમંત્રીનું બેન્ડની સુરાવલી તેમજ કુમકુમ તીલક કરી અદકેરૂ સ્વાગત કરાયુ હતું. શહેરના સંગઠનના હોદેદારો ધ્વારા પુષ્પગુચ્છ પણ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાસ-ગરબા, રંગોળી, અન્ય ભાતીગળ કાર્યક્રમ પણ યોજાયા હતા. ભુપેન્દ્ર પટેલે મનપા ધ્વારા વસાવાયેલ 31 મીની ટીપરવાન તથા સોલીડ વેસ્ટના ઉપયોગ માટે બે બંધ બોડીના ટ્રકનું લોકાર્પણ પણ ઝંડી આપી હતી.
- Advertisement -
સૌ પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીએ મનપાની મુલાકાત લઈ બેઠક યોજી
મનપા કચેરી ખાતે અગાઉ નરેન્દ્ર મોદીથી વિજય રૂપાણી સહિત કોઈ મુખ્યમંત્રીએ આવી બેઠક યોજી નથી. પ્રથમવાર યોજાતી આ બેઠકમાં કોર્પોરેટરો હાજર રહેશે તેમ જણાવ્યું છે પરંતુ, મેયર પ્રદિપ ડવે જણાવ્યા પ્રમાણે ભાજપના 72માંથી 68 કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બાદમા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ રૂમમાં નગરસેવકો તથા વોર્ડના સંગઠનના હોદેદારો સાથે પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજી હતી.