મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલેકચ્છ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ધોરડોના સફેદ રણની મુલાકાત લીધી હતી.આ સાથે અહીં તેમણે રાજ્યમાં પ્રવાસને વેગ મળે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પરિવહન સહિતની સેવાઓ અંગે માહિતી આપી હતી.
તેમણે તાજેતરમાં અમદાવાદ એરપોર્ટથી સફેદ રણ ધોરડોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
- Advertisement -
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સાથે તેમણે રણોત્સવ સ્થળે ક્રાફટ બજારના વિવિધ હસ્ત કલાકારીગરીના સ્ટોલની વિઝીટ કરીને ગ્રામીણ મહિલા શકિત સહિત કારીગરો સાથે સહજ સંવાદ કર્યો હતો.
View this post on Instagram
- Advertisement -
મુખ્યમંત્રી રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને પણ મળ્યા હતા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી.
વિશ્વના પ્રવાસન નકશા માં આગવી ઓળખ મેળવેલા કચ્છ રણોત્સવ માં દેશ અને દુનિયાના પ્રવાસન પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે. પ્રવાસન વિભાગના એક અંદાજ મુજબ ગયા વર્ષે અંદાજે 7 લાખ લોકો કચ્છના પ્રવાસે આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ પ્રવાસીઓને દર વર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. આ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ સફેદ રણ ધોરડો જઈ શકે તે માટે આ વર્ષે વોલ્વો બસ સેવા શરૂ કરવા માં આવી છે.
એટલું જ નહિ ,માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.