– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આજથી હું માસ્ક પહેરીશ, મેળાવડામાં જતા લોકો માસ્ક પહેરે
– અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ માસ્કને લઈ નિવેદન આપ્યું હતું
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં મંચ ઉપરથી કહ્યું કે, કોરોના ફરી પાછો આવ્યો…….
કોરોના વાયરસ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, તકેદારી રાખીએ અને માસ્ક પહેરીને ફરી તો ઓછું હેરાન થવું પડે. મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, અહી તમે કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા તે સારી બાબત છે. તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરી લેવું પડશે.
અમદાવાદ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં ભૂપેન્દ્ર પટેલે કોરોના વાયરસથી સાવચેત રહેવા કહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં મંચ ઉપરથી કહ્યું કે, કોરોના ફરી પાછો આવ્યો છે. માસ્ક પહેરીશું તો ઓછું હેરાન થવું પડશે. આ સાથે કહ્યું હતું કે, અહીં કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા છે. મારે પણ હવે માસ્ક પહેરવું શરૂ કરવું પડશે.
- Advertisement -
અમદાવાદ ખાતે આયોજિત CA સ્ટુડન્ટ્સની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. માન. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર બન્યું છે ત્યારે આ અમૃતકાળમાં રાજ્ય અને દેશને વિકાસના શિખરે લઈ જવા CA પ્રોફેશનલ્સના શ્રેષ્ઠ યોગદાન માટે અનુરોધ કર્યો. pic.twitter.com/1O8NMFB47U
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 23, 2022
ગુજરાતમાં ટ્રાફિકની નવી પોલિસી થઈ શકે છે જાહેર
સરકાર આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જે મુજબ ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. આ સાથે નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ મેમો આવશે તો બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ રહેશે. અહી ઉલ્લેખનીય છે કે, 35 ટકા કેસોમા હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે.