નવી વેબસાઈટ લોન્ચિંગથી વધુ બળ મળશે
નવા ફીચર્સથી યુઝર્સને સરળાતાથી એક્સેસ મળી રહેશે
- Advertisement -
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ કર્યું હતું. ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્સ, ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.
મુખ્ય પ્રધાને આ વખતે દેશની આગામી જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.
આ જનગણના 2027ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના 133 બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના 26 ગામોના 70 બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના 25 ગામોના 60 બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિસ્ટેસ કામગીરી 10 થી 30 નવેમ્બર હાથ ધરાશે.




