સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત આજં 8 નવેમ્બરના રોજ સેવાનિવૃત થશે. ત્યાર પછી સુપ્રિમ કોર્ટના નવા જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ બનશે. યૂયૂ લલિતએ પોતાની વિદાય સમારંભમાં ભાવુક થયા હતા અને મિત્રો સાથે કેટલીક યાદો શેર કરી હતી.
CJI ઉદય ઉમેશ લલિતએ સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટિસ 8 નવેમ્બર એટલે કે આજે સેવાનિવૃત્ત થવા જઇ રહ્યા છે. યૂયૂ લલિતએ રિટાયર થયા પછી સજસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ ભારતના નવા ચીફ જસ્ટિસ બનશે.
- Advertisement -
સોમવારના યૂ યૂ લલિતના સમ્માનમાં આપવામાં આવેલી વિદાય સમારંભમાં ભઆવુક થઇ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટથી મારા કરિયરની શરૂઆત થઇ હતી અને આજે આ જ અદાલતમાં મારો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતએ એક ખાસ વાત જણાવતા કહ્યું કે, તેમણે પોતાની વકિલાતની જસ્ટિસ ચંદ્રચૂડના પિતા અને સુપ્રિમ કોર્ટના 16માં ચીફ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડની સામે શરૂ કરી હતી. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતએ સુપ્રિમ કોર્ટમાં 37 વર્ષ પસાર કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયધીશ ચંદ્રચૂડએ પોતાનું પદ સોંપવું એ તેમના માટે એક વિશેષ અનુભૂતિની વાત છે.
સુપ્રિમ કોર્ટમાં તેમણે 37 વર્ષ થયા
ચીફ જસ્ટિસ ઉદય ઉમેશએ જણાવ્યું કે, તેમણે કુલ 37 વર્ષ સુધી સુપ્રિમ કોર્ટનું પ્રતિનિધિત્વ કર્યુ છે. સુપ્રિમ કોર્ટએ એક કોર્ટની સંખ્યાથી વકિલાતની શરૂઆત કરી હતી. તેઓ મુંબઇમાં પ્રેકટિસ કરતા હતા જે કેસને લઇને તેઓ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ વાઇ વી ચંદ્રચૂડની સામે આવ્યા હતા. આ વખતે એસોસિએશન માટે કંઇક કર્યુ જે મારા માટે સંતોષજનક અને યાદગાર અનુભવ રહ્યો.
- Advertisement -