જે અધિકારીઓ સરકાર સાથે મળીને ગેરકાયદે નાણાં કમાય છે, તેઓ જેલમાં હોવા જોઈએ, દેશનાં પોલીસ અધિકારીઓનું વર્તન અત્યંત વાંધાજનક : ચીફ જસ્ટિસ રમન્ના
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્નાએ બ્યુરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓના વર્તન પર કડક ટિપ્પણી કરી છે. જસ્ટિસ રમનાએ કહ્યું હતું કે દેશમાં બ્યુરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓ જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે એ અત્યંત વાંધાજનક છે. જે અધિકારીઓ સરકાર સાથે મળીને ગેરકાયદે રીતે કમાણી કરે છે તેઓ જેલમાં હોવા જોઈએ.
જસ્ટિસ એન.વી.રમન્નાએ કહ્યું, ‘દેશની સ્થિતિ દુ:ખદ છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ સત્તામાં હોય ત્યારે પોલીસ અધિકારીઓ તે સરકાર સાથે હોય છે. પછી જ્યારે નવો પક્ષ સત્તામાં આવે ત્યારે સરકાર તે અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરે છે. આ એક નવો ટ્રેન્ડ છે જેને રોકવાની જરૂર છે.