આજથી આ પર્વ શરૂ થયો છે અને 20 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. આ પર્વમાં લોકો પોતાના ઘરે આવે છે અને સમગ્ર પરિવાર એકસાથે આ તહેવારની ઉજવણી કરે છે.
ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ભક્તિભાવ સાથે છઠ પર્વ ઊજવવામાં આવે છે. આજથી આ પર્વ શરૂ થયો છે અને 20 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. આ પર્વમાં લોકો પોતાના ઘરે આવે છે અને સમગ્ર પરિવાર એકસાથે આ તહેવારની ઉજવણી કરે છે. ચાર દિવસ સુધી ચાલનારી છઠ પર્વમાં પ્રથમ દિવસે નહાય-ખાય, બીજા દિવસે ખરણા, ત્રીજા દિવસે સંધ્યા અર્ઘ્ય અને ચોથા દિવસે ઉષા અર્ઘ્ય સાથે સમાપ્ત થાય છે.
- Advertisement -
છઠ મહાપર્વ એ સૂર્ય ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારમાં ભગવાન સૂર્યની સાથે છઠ્ઠી માઈની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, સંતાનની ઈચ્છા, સંતાનના આયુષ્ય સુખ, સમૃદ્ધિ અને દીર્ધાયુષ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે.
આજે છઠ પર્વના પહેલા દિવસે નહાય ખાય છે, આજે સવારે 06:45 વાગ્યે સૂર્યોદય થયો છે અને સાંજે 05:27 વાગ્યે સૂર્યાસ્ત થશે. તમને જણાવી દઈએ કે છઠ પૂજાના નહાય ખાયની પરંપરામાં ઉપવાસ કરનારા લોકો નદીમાં સ્નાન કર્યા પછી નવા વસ્ત્રો પહેરે છે અને શાકાહારી ભોજન કરે છે.
છઠનો પ્રથમ દિવસ- નહાય ખાય
- Advertisement -
– આજે છઠ પર્વના પહેલા દિવસે નહાય ખાય છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે.
– ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યા પછી, તે સાત્વિક ભોજન કરે છે.
– ડુંગળી અને લસણ વગર નહાય ખાય માટેનું ભોજન બનાવવામાં આવે છે.
– આ દિવસે કોળાનું શાક, ગોળ, ચણાની દાળ અને ચોખા ખાવામાં આવે છે.
– નહાય ખાયના દિવસે તૈયાર કરાયેલું ભોજન સૌપ્રથમ ઉપવાસ કરતી મહિલાઓને પીરસવામાં આવે છે. ત્યાર પછી જ પરિવારના સભ્યો ભોજન કરી શકે છે.
– નહાય ખાયના દિવસે ભૂલથી પણ લસણ અને ડુંગળીનું સેવન ના કરવું, નહીંતર તમારો ઉપવાસ તૂટી શકે છે.
– પરિવારના સભ્યોએ પણ આ દિવસે માત્ર સાત્વિક ભોજન કરવું જોઈએ.
છઠ પર્વનું મહત્ત્વ
છઠ પૂજાનું આ વ્રત ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ વ્રચમાં, વ્યક્તિ આકરા નિયમોનું પાલન કરીને 36 કલાક સુધી આ ઉપવાસ કરે છે. છઠ પૂજાનો ઉપવાસ કરનારા લોકો ચોવીસ કલાકથી વધુ સમય સુધી નિર્જળા ઉપવાસ કરે છે.