પ્રિયાંશ આર્યએ 39 બોલમાં સદી ફટકારી, શશાંકે ફિફ્ટી ફટકારી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને IPL 2025માં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમને પંજાબ કિંગ્સ ( PBKS)એ 18 રને હરાવ્યું. પંજાબે સીઝનમાં ત્રીજી જીત મેળવી છે. મંગળવારે મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 220 રનના ટાર્ગેટને ચેઝ કરતા ચેન્નઈ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન જ બનાવી શક્યું.
ડેવોન કોનવે 49 બોલમાં 69 રન બનાવીને રિટાયર્ડ આઉટ થયો. એમએસ ધોનીએ 12 બોલમાં 27 રન બનાવ્યા. પંજાબ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી.
ટોસ જીતીને બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા. પંજાબ તરફથી પ્રિયાંશ આર્યએ 42 બોલમાં 103 રન બનાવ્યા. તેણે 39 બોલમાં પોતાની સદી પૂરી કરી. પ્રિયાંશ ઉપરાંત, શશાંક સિંહ 52 અને માર્કો જાન્સેન 34 રન બનાવીને અણનમ રહ્યા. CSK માટે ખલીલ અહેમદ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી.
પંજાબે આ સીઝનમાં પોતાનો ત્રીજો વિજય મેળવ્યો છે. ટીમના 4 મેચ બાદ 6 પોઈન્ટ છે. ટીમ ચોથા સ્થાને છે. ચેન્નઈ સતત ચોથી મેચ હારી ગયું છે. ટીમના 5 મેચ બાદ 2 પોઈન્ટ છે. CSK નવમા
ક્રમે છે.