દરિયાના તળિયે 11 ફૂટ સુધી કેમિકલનો થર જામી ગયો હોવાનો દાવો
ઓખા-બેટ-આરંભડા કાંઠે વેસ્ટ ડમ્પિંગથી ગંભીર સમસ્યા, નાના માછીમારો બેરોજગાર થશે
- Advertisement -
2011થી 2023 દરમિયાન ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સેટેલાઈટ તસવીરો આ સ્થિતિનો પુરાવો
અરજદારે પ્રાંત અધિકારીને લખિત રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઓખા, બેટ, આરંભડા તેમજ આસપાસના દરિયાઈ વિસ્તારમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુર દ્વારા વર્ષોથી વેસ્ટ કેમિકલયુક્ત પાણી અને ઔદ્યોગિક કચરો દરિયામાં ઠાલવવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ગાંધીનગરી ભુંગા વિસ્તારના રહેવાસી અને સ્થાનિક માછીમાર ફારૂકભાઈ હારૂનભાઈ કેર દ્વારા ઓખામંડળ (દ્વારકા) પ્રાંત અધિકારીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે 2011 થી 2023 દરમિયાન ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે દરિયામાં દૂર સુધી આરશ પાનણા જેવો કચરાનો મોટો સ્તર જામી ગયો છે. પહેલા દરિયાની સપાટી 4 કિ.મી. સુધી રહેતી હતી, પરંતુ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે દરિયાની ગુણવત્તા બગડી અને દરિયાની સપાટી 4 કિ.મી. સુધી નીચે ઉતરી ગઈ છે. માત્ર એટલું જ નહીં, દરિયાના તળિયે આશરે 11 ફૂટ સુધી કેમિકલનો થર જામી ગયો હોવાનો દાવો પણ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. ફારૂકભાઈ કેરનું કહેવું છે કે લાંબા સમયથી કેનાલ દ્વારા દરિયામાં છોડાતો કેમિકલ હવે આગળ પ્રવાહિત થતો નથી, જેના કારણે ટાટા કંપનીએ દરિયામાં 4.3 કિ.મી. લાંબી જેટી બનાવી છે અને તેમાં વિશાળ પાઈપલાઈન નાખીને કેમિકલ વેસ્ટ છોડવાની તૈયારી કરવામાં આવી છે. જો આવું થશે તો દરિયાઈ જીવોનો મહાનાશ થશે અને નાના માછીમારો સંપૂર્ણપણે બેરોજગાર થઈ જશે.
અરજદાર મુજબ આ પરિસ્થિતિએ સ્થાનિક નાના માછીમારોનું જીવન ઘોર સંકટમાં મુકાયું છે.
દરિયામાં માછલી મળી ન આવવાના કારણે રોજગારમાં મોટી અસર પડી છે. ફારૂકભાઈએ તંત્રને નિવેદન આપીને આ સમગ્ર મુદ્દે તાત્કાલિક તપાસ, કાર્યવાહી અને દરિયાઈ પરિસ્થિતિને સંરક્ષિત કરવા જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ચિંતા વધી રહી છે અને હવે તંત્ર શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.



