ટ્રકે ટેન્કરને ઠોકર મારતા વિસ્ફોટને પગલે આગ ભભુકી : ટેન્કરમાંથી નીકળેલું સળગતુ કેમિકલ 300 મીટરમાં ફેલાતા ઝપટમાં આવતા 40 વાહનો અને એક ફેકટરી ખાખ : ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, પોલીસ, સ્થાનિકો દ્વારા રેસ્કયુ ઓપરેશન : ઘાયલોની ખબર કાઢવા સીએમ ભજનલાલ હોસ્પિટલે પહોંચ્યા
આજે સવારે જયપુરના ભાંકરોટામાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લીક સ્કુલની સામે કેમિકલ ભરેલા ટેન્કરને ટ્રકે ઠોકર મારતા કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગતા તેની ઝપટમાં આવેલા 40 જેટલા વાહનો ખાખ થયા હતા. આ દુર્ઘટનામાં 6 લોકો ભડથુ થઇ ગયા હતા જયારે 37 જેટલા લોકો દાઝી ગયા હતા આ આગમાં ઝપટમાં આવેલી એક ફેકટરી ખાખ થઇ ગઇ હતી.
- Advertisement -
અજમેર હાઈવે બંધ શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે કેમિકલથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 6 લોકો જીવતા ભડથુ થઇ ગયા હતા અને 37 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને સળગતું કેમિકલ 200 થી 300 મીટર દૂર ફેલાઈ ગયું હતું.
જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી. 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.
ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે કેમિકલ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે.
View this post on Instagram
યુ-ટર્ન લેતા ટેન્કરને ટક્કર મારી
મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ-ટર્ન લઈ રહ્યો હતો. દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું. જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં નજીકના વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કેમિકલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે તેની પાછળ એક સ્લીપર બસ પણ હતી. ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કેમિકલની દુર્ગંધના કારણે અકસ્માતમાં ફસાયેલા લોકો સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.
અજમેર હાઈવે પર હાલ વાહન વ્યવહાર બંધ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જયપુર-અજમેર હાઈવે પર અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જોકે, વહીવટીતંત્ર લોકોને અહીંથી દૂર રહેવાની સલાહ આપી રહ્યું છે. ભાંકરોટા વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં ધુમાડો જ ધુમાડો ફેલાઈ ગયો છે.
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
આ દુર્ઘટના એલપીજી અને સીએનજી ટ્રક વચ્ચે ટક્કર બાદ સર્જાઈ હોવાના પણ દાવા કરાયા છે. જેના બાદ સીએનજી ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. 40થી વધુ વાહનો બળીને રાખ થઇ ગયા હતા. આ દુર્ઘટના ડી ક્લોથોનની નજીક સવારે પાંચ વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનામાં ઘાયલ લોકોને હજુ પણ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
હોસ્પિટલમાં કેવી છે સ્થિતિ?
જયપુરમાં એસએમએસ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપક મહેશ્વરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 4 મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. લગભગ 25 લોકો ICU માં દાખલ છે. હજુ ઘણાં લોકોને લાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. લગભગ 15 લોકો 80 ટકા દાઝી ગયા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી ટવીટ
મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, ’જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના મૃત્યુના દુ:ખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ હું એસએમએસ હોસ્પિટલમાં ગયો હતો અને તબીબોને તાત્કાલિક જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવાનો નિર્દેશ આપ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ફાયરબ્રિગેડના 22 વાહનો ઘટનાસ્થળે
આ ઘટનાની જાણકારી મળતાં જ લગભગ 22 જેટલાં ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઊભેલા 40થી વધુ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
અકસ્માત બાદ નેશનલ હાઇવે ત્રણ કલાક બંધ
અકસ્માત અને આગના કારણે ભાંકરોટા વિસ્તારના બે કિલોમીટર સુધીના તમામ વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ છે. બળી ગયેલા વાહનોની ઓળખ કરીને તેને હાઇવે પરથી હટાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
કેવી રીતે લાગી ભીષણ આગ?
આ વિસ્ફોટ થતાં જ વાહનોથી ભરેલા વેરહાઉસમાં પણ આગ લાગી હતી. એક સાથે ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. સીએનજી ટેન્કર અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ સીએનજી ટ્રકમાં એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ધડાધડ વિસ્ફોટથી નજીકના વાહનો પણ લપેટમાં આવી ગયા હતા.
ત્યારે એક બસમાં હાજર મુસાફરોએ નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં એક ડઝનથી વધુ લોકો દાઝી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.