ઇટાલીમાં અવોર્ડ વિનિંગ ‘છેલ્લી ચા’એ કર્યું રાજકોટનું નામ રોશન
ખાસ-ખબર સંવાદદાતા
પ્રિયજન સાથે પીધેલી છેલ્લી ચાની કસક હંમેશા ગરમ રહેતી હોય છે. છેલ્લી ચાની નવી સિઝનમાં વર્ક પ્રેસર,ફેમિલી પ્રેસર અને રોમાંટિક અવઢવમાં થી જીવનનો અનોખો રસ્તો કાઢતા પ્રેમીઓની હૂંફાળી રજુઆત છે. ગુજરાતી વાર્તાઓ ને હવે અનેક ફિલ્મ ફેસ્ટિવલસ માં આવકાર મળી રહ્યો છે. છેલ્લી ચાને તો સિંગાપોર, ઇટાલીમાં બેસ્ટ વેબ સિરીઝ અને ડીરેક્ટરનો અવોર્ડ મળેલ છે. લોકલ ટુ ગ્લોબલ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા રાજકોટના જ હારિતઋષિ પુરોહિતની આપણે તો ધીરુભાઈ,લેટ ધેમ પ્લે થિએટર, ડિજિટલ પ્લેટફોર્મ અને અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સ્થાન મેળવી ચુકી છે.
રાજકોટના જ કલાકારો અને કસબીઓને લઇને બનાવેલ છેલ્લી ચા વિશાળ વર્ગ સુધી પોહચી રહી છે. અનેક એડ ફિલ્મ, ડોક્યુમેન્ટરી બનાવનાર સેવન્થ સેન્સ કોન્સેપ્ટ્સ બેનર નીચે આ વેબ સિરીઝ બનેલ છે. આ સિરીઝના નિર્માતા ભાર્ગવ ત્રિવેદી છે. અને વિરાજ વિજય પાટડીયા, મનાલી જોશી, વૃંદા નથવાણી, શૃંગાર રૂઘાણી, હૂસેન પોપટિયા, હિના ભટ્ટ, ભવિતા જેઠવા, ચેતન છાયા, મનીષ પારેખે અભિનય કરેલ છે. નિર્માતા: કુણાલ ભટ્ટ, મુખ્ય સહાયક દિગ્દર્શક: અનેરી કારિયા,સહાયક કેમેરા મેન: યોગેશ સોલંકી, લોકેશન પાર્ટનર : ટી પોસ્ટ ઓલ માઈટી સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ ટીવી પાર્ટ નર: ઝી 24 કલાક રેડિયો પાર્ટ નર: માય ફેમ કોસ્ચયુમ પાર્ટ નર: મ’ નીલ લોગોગ્રાફિક્સ : આરંભ
પ્રિયજન સાથે બેસીને ચા નું થર્મોસ ભરી ને છેલ્લી ચા સિઝન 2 જોવા છેલ્લી ચાનું યુટ્યૂબ આમંત્રણ છે. આ સિરીઝ વિિંાંત://ૂૂૂ.ુજ્ઞીિીંબય.ભજ્ઞળ/વફશિિિીંતવશાીજ્ઞિવશિં પર કોઈ પણ દેશમાં જોઈ શકાશે.