રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તાર સુધીના માર્ગ પર ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી, 6ને લાઇસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે ઋજઠ વાન સાથે મળીને શહેરના રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તાર સુધીના માર્ગ પર ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી.ચકાસણી દરમિયાન 6 ધંધાર્થીઓ પાસે લાઇસન્સ ન હોવાને કારણે તેમને તાત્કાલિક લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ધંધાર્થીઓમાં ન્યુ દર્શન ચાઇનીઝ પંજાબી, કૃષ્ણા જનરલ સ્ટોર, સંતોષી બેકરી, શ્રી અમૃત ડેરી ફાર્મ, મધુરમ મેડીસીન તથા બાલમુકુન્દ પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે. તદુપરાંત લક્ષ્મી નાસ્તા, રાજુ દાળપકવાન, શ્રીજી વડાપાઉં, દેવજીવન હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ, દેવજીવન ટી હોટલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, નિમાવત મેડિકલ, મોહીના ટ્રેડર્સ, કૃષ્ણા અમુલ પાર્લર, દેવસ્ય ફાર્મ, દર્શન જનરલ સ્ટોર, સાધુ મેડિકલ, કોઠારી માર્ટ કકઙ, શિવમ માર્ટ, રઘુવીર જનરલ સ્ટોર, જય જલારામ જનરલ સ્ટોર તથા જય દ્વારકાધીશ મેડિકલની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કુલ 5 ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવાયા
SLICE READY TO SERVE FRUIT BEVERAGE- હેતલ એન્ટરપ્રાઇઝ, 14-લાતી પ્લોટ
TROPICANA FRUTZ MIX FRUIT MAGIC- હેતલ એન્ટરપ્રાઇઝ, 14-લાતી પ્લોટ
TROPICANA GUAVA DELIGHT (500 ML PKD)- હેતલ એન્ટરપ્રાઇઝ,
ORSL ELECTROLYTE DRINK (APPLE) (200 ML TETRA PKD) – શ્રી આર. જે. સેલ્સ એજન્સી,
“ORSL’ ADVANZ CARE ELECTROLYTE DRINK PLUS ACTIVE+- શ્રી આર. જે. સેલ્સ એજન્સી,



