8 વેપારીને લાયસન્સ સબબ નોટીસ : 5 વેપારીને ત્યાંથી નમૂના લીધા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા દશેરાના તહેવાર નિમિતે મીઠાઇ અને ફરસાણનું નામ માત્ર પુરતુ જ ચેકિંગ હાથ ધરીને અમુક વેપારીઓને દંડ ફટકારીને નોટીસ ફટકારી હતી. જયારે હવે દિવાળી તહેવારને અનુલક્ષીને મનપાની આરોગ્ય શાખા દ્વારા મીઠાઇ તથા ફરસાણના નંદનવન સોસાયટી, 80 ફૂટ રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરીને 16 સ્થળોએ મીઠાઇ તથા મસાલા, ખાદ્યતેલના નમૂનાની તપાસ હાથ ધરી હતી. જયારે સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાંથી ર0 વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરીને 8 વેપારીને લાયસન્સ સબબ નોટિસ આપવામાં આવી હતી. જયારે પાંચ વેપારીને નમૂના લેવામાં આવ્યા હતા.