ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે આવેલા હિમાલય કોલ્ડ સ્ટોરેજ પર રાજકોટ રૂરલ એસઓજી તથા ફડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડો પાડી કોલ્ડ સ્ટોરેજમાંથક્ષ 17,37,750ની કિંમતના 1997 ડબ્બ શંકાસ્પદ હોવાના ગોળનો જથ્થો કબજે કરી સીઝ કરાયો છે. સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. ગોળ ખાધ, અખાધ, અન્ય કોઈ કેમિકલ મિશ્રણ, ખાવામા કે અન્ય કેફી પ્રવાહી બનાવવાના ઉપયોગમાં લેવાતો હતો કે કેમ? તે મુદે પોલીસે તપાસ આરંભી છે. કોલ્ડ સ્ટોરેજ રાજકોટના મવડી પ્લોટ અંબિકા પાર્ક-42માં રહેતા વિવેક કાંતિભાઈ ગોધાસરાનું છે.
પ્રાથમિક તબક્કે કોલ્ડ સ્ટોરેજ સંચાલક દ્રારા તો ગોળ વેપારી કે સ્ટોકિસ્ટ દ્રારા ભાડા પર રખાયો હોવાનું અને હરિદ્રાર તથા રાજકોટના વેપારીનો હોવાનું કથન કર્યુ છે. જો કે, આ અંગે પોલીસ દ્રારા ખરાઈ કરવા બન્ને વેપારીઓની પૂછપરછની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. હિમાલય કોલ્ડ સ્ટારેજમાં શંકાસ્પદ ગોળનો મોટ જથ્થો હોવાની માહિતી આધારે એસઓજી પીઆઈ જાડેજા, પીએસઆઈ ભાનુભા, મિયાત્રા સહિતના સ્ટાફે ફડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડયો હતો. કોલ્ડ સ્ટોરેજમાંથી 1997 ડબ્બા શંકાસ્પદ દેખાતા સીઝ કરવામાં આવ્યા છે.
- Advertisement -
કોલ્ડ સ્ટોરેજધારકે પોલસી સમક્ષ એવી વિગતો આપી હતી કે વેપારીએ સ્ટોરેજ કરવા મુકેલા છે. હરિદ્રારના જે.એમ.ટ્રેડર્સ નામના વેપારીએ જથ્થો રિટર્ન આવતા કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યો હતો અને બીજો જથ્થો રાજકોટના ભારમલ અબ્બાસભાઈ નામના વેપારીનો હોવાનું જણાવ્યું હતું. જે આધારે પોલીસે બન્નેની પૂછતાછ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. લેબ પરિક્ષણમાં ગોળમાં કોઈ મિશ્રણ કે અખાધ નીકળશે તો જવાબદારો સામે ગુનો નોંધાવવામાં આવશે.