દિવાળીના તહેવારને લઈને રાજકોટની સદર બજારમાં મોટા પ્રમાણમાં વિવિધ ફટાકડાના સ્ટોલ વેપારીઓ દ્વારા રાખવામાં આવ્યા છે. જેને લઇ આજે ફાયર વિભાગની ટીમ દ્વારા ફટાકડાના સ્ટોલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં ફાયર સેફ્ટી તેમજ પ્રતિબંધિત ફટાકડાઓ સ્ટોલ ધારકોએ રાખવામાં આવ્યા છે કે નહીં તે અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર વિભાગે-ફટાકડાના સ્ટોલ પર ચેકિંગ કામગીરી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયોછે.