સતત ચોથા દિવસે PGVCLના દરોડા
બે દિવસમાં 49 લાખની વીજચોરી ઝડપાઈ: કુલ 4 ફિડર આવરી લેવાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે ઙૠટઈક દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સતત ચોથા દિવસે વહેલી સવારથી ઙૠટઈકની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 3 હેઠળ વાવડી, મોટામવા, અને ખોખળદડ સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 26 ટિમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસમાં કુલ 48.88 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 18.21 લાખની, બીજા દિવસે 20.35 લાખની અને ગઈકાલે 10.32 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરી વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકિંગ ડ્રાઈવ નવેમ્બર મહિનામાં પણ ચાલુ રાખી આજે સતત ચોથા દિવસે રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ફરી વહેલી સવારથી સિટી ડિવિઝન 3 હેઠળ આવતા રામપાર્ક, મુકેશપાર્ક, આવકાર સોસાયટી, રાધાક્રિષ્ના પાર્ક, રસુલપરા, રામનગર સહિત 20 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 4 ફિડર આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઈવમાં કુલ 3 વીડિયો ગ્રાફર, 7 જછઙ મેન, 12 લોકલ પોલીસ અને 12 નિવૃત્ત આર્મીમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.