ડ્રોન, સીસીટીવી કેમેરાની મદદથી શંકાસ્પદ પર નજર રાખવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં ચાલી રહેલ આંતકવાદી પ્રવૃત્તિને ધ્યાને લઇ, મહા શિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓના સામાનના ચેકીંગ માટે પણ રાજકોટ શહેર ખાતેથી ખાસ બેગેઝ સ્કેનર વાન મંગાવી, સામાનના ચેકીંગની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી.
- Advertisement -
આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભવનાથ ખાતેના ગોઠવવામાં આવેલ મહા શિવરાત્રી મેળા બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. જડબેસલાક ચુસ્ત બંદોબસ્તના કારણે પોલિસ એલર્ટ હોઈ ભરડાવાવ થઈ આવતા વાહનોના ચેકીંગ માટે ભવનાથ પોલોસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી. ચુડાસમા દ્વારા બેગેઝ સ્કેનર વાન ને સ્મશાન ત્રણ રસ્તા ખાતે રાખી, બોમ્બ ડિસપોઝલ સ્ક્વોડ, રાજકોટ શહેરના બેગેઝ સ્કેનર વાનના ઇન્ચાર્જ હે.કો. અશોકભાઈ, પો.કો., ડ્રાઇવર સહિતની ટીમ દ્વારા સામાનની ચેકીંગ રાત દિવસ રાખવામાં આવેલ છે. આ બેગેઝ સ્કેનર ટીમ દ્વારા મહાશિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓના બેગ, સામાન, થેલા, વિગેરે બેગેઝ સ્કેનરમા મૂકીને રાત દિવસ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, મહા શિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓની સલામતી માટે ટેક્નિકલ સોર્સના હે.કો. વિમલભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ભવનાથ વિસ્તારમાં ગોઠવવામાં આવેલ હાઈ રિજોલ્યુશન વાળા કેમેરા મારફતે મેળામાં રહેલી ભીડમાં આવતા લોકોની ઉપર ખાંસ નજર રાખવાની વ્યવસ્થા તેમજ 24સ7 શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ઉપર નજર રાખવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત રાજકોટ શહેર ખાતેથી નેત્રમ વાન મંગાવી, તેના ઇન્ચાર્જ પો.કો. અશોકસિંહ, રવિભાઈ તથા ઓપરેટર/ડ્રાઈવર દ્વારા તેમાં ફિટ કરવામાં આવેલા કેમેરા દ્વારા જિલ્લા પંચાયત, આજુબાજુનો વિસ્તાર તેમજ જિલ્લા પંચાયતની સામે રાખવામાં આવેલ પાર્કિંગ ઉપર નજર રાખવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ તથા પોરબંદર જિલ્લાની ડ્રોન કેમેરા ટીમ ઇન્ચાર્જ એએસઆઈ પૃથ્વીરાજસિંહ વાળા સહિતની બે ટીમ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી, ભવનાથ તેમજ આજુબાજુના વિસ્તાર ઉપર પણ ખાસ વોચ રાખવા આયોજન કરવામાં આવ્યું છે.