ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારનાં ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા એ ગાંધીનગરની ડોકટરોની એક્સપોર્ટ ટીમ સાથે આજે સવારે કોડીનાર સરકારી હોસ્પિટલની સાથે મુલાકાત કરી કોરોના સામે લડવા હોસ્પિટલ તંત્ર કેટલું સજજ છે તેની તૈયારીઓ અને કામગીરી ની સમીક્ષા કરી, પોતે વ્યવસાયે ડોકટર જ હોય એક ડોકટરની રીતે હોસ્પિટલની લેબ,ઓ.પી.ડી., ડાયાલીસિસ વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ,ઓકસીજન પ્લાન્ટ, સહિતનાં અલગ અલગ વિભાગોની ઝીણવટ ભરી ચેકીંગ કરી તમામ વિભાગોનાં રજીસ્ટર પણ તપાસી હોસ્પિટલનાં વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે મુલાકાત કરી હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અને ફરિયાદો વિષે માહિતી મેળવી હતી. કોડીનાર સરકારી હોસ્પિટલ ફકત એક જ ડોકટરથી ચાલતું હોવાનું અને અવારનવાર ડોકટરોની જગ્યા ભરવા રજૂઆતો કર્યા છતાં ડોકટરો સહિતનાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી કરવામાં આવતી ન હોવાનું ધારાસભ્ય નાં ધ્યાને આવતા તેમણે આ અંગે ગાંધીનગર આરોગ્ય મંત્રાલયમાં રજૂઆત કરી વ્હેલી તકે ડોકટર સહિતની જગ્યાઓની ભરતી કરવા ખાત્રી આપી ડોકટર અને નર્સિંગ અને ટેકનિકલ સ્ટાફને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતાં.
કોડીનારનાં ધારાસભ્ય દ્વારા સરકારી હોસ્પિટલમાં ચેકિંગ
