માછીમારોને ચોમાસું સત્રમાં માછીમારી ન કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.13
- Advertisement -
ગુજરાતના સંવેદનશીલ દરિયા કિનારે લાખો રૂપિયાના ચરસના પેકેટ વધુ એક વાર મળી આવતા ભારે ચર્ચાનો માહોલ થયો છે દ્વારકા જિલ્લના દરિયા કાંઠે બિન વારસુ ચરસના પેકેટો મળી આવતા પોરબંદર પોલીસ પણ એલર્ટ થઈ વિવિધ લેડિગ પોઇન્ટ 52 ચેકીંગ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના દ્વારા તાજેતરમા દ્રારકા દરીયાકીનારા પાસેથી મળી આવેલ બીનવારસુ ચરસના પેકેટ મળી આવતા તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.પ્રિયદર્શી તથા પો.સબ.ઇન્સ આર.પી.ચુડાસમા તથા પી.ડી.જાદવનાઓને સૂચના આપવામાં આવેલ જે સૂચના આધારે એસ.ઓ.જીની ટીમ તથા મિયાણી મરીન પોલીસ સ્ટાફ સાથે રાખી દરીયાકિનારે આવેલ લેન્ડીંગ પોઇન્ટ તથા કાઠાના વિસ્તારોમાં સધન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.
તેમજ મિયાણી મરીન વિસ્તારમાં ફીશરમેન અવરનેશ પ્રોગ્રામનુ આયોજન કરી માછીમારોને ચોમાસુ સત્ર ચાલુ હોય જેથી દરીયો ન ખેડવા તેમજ દરીયાકાઠા વિસ્તારમા કોઇપણ બીનવારસુ ચીજ વસ્તુ અથવા પેકેટો મળી આવે તો પોરબંદર એસ.ઓ.જી તથા નજીકના પોલીસ સ્ટેશનમા તથા પોલીસ કંટ્રોલરૂમ પર જાણ કરવા સૂચના કરેલ છે. તેમજ હાલની દેશની તથા રાજયની આંતરીક સુરક્ષા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે નહી તે હેતુ થી સુરક્ષા એજન્સીઓ ને મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હતું. જે કામગીરી ઙઈં કે.એમ. પ્રિયદર્શી તથા મિયાણી મરીન પોલીસ સ્ટેશન ઙઈં એન.એન.તળાવીયા તથા ઙજઈં આર.પી.ચુડાસમા તથા ઙજઈં પી.ડી.જાદવ તથા એ.એસ.આઇ એમ.એચ.બેલીમ તથા પો.હેડ. કોન્સ રવિભાઇ ચાઉ, મોહીતભાઇ ગોરાણીયા વગેરે જઘૠ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી