રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત રહ્યો.
#RBI's Monetary Policy Committee decides to keep Policy repo rate unchanged at 6.5%, Standing deposit facility rate remains at 6.25%, MSF and Bank rate 6.75% : Governor Shaktikanta Das#RepoRate @RBI @FinMinIndia @nsitharaman pic.twitter.com/9dJbDASsRi
- Advertisement -
— All India Radio News (@airnewsalerts) December 8, 2023
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. દર બે મહિને યોજાતી 3 દિવસની મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક બુધવારે શરૂ થઈ હતી. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી અને કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી.
- Advertisement -
RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. એટલે કે સસ્તી લોન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે.