ઓગસ્ટમાં સંસદ ઘેરાવમાં દુકાનદારો હાજર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકા ફેર પ્રાઈઝ એસો. દ્વારા ઓલ ઇન્ડિયા ફેર પ્રાઈઝ શોપ્સ ડીલર ફેડરેશનની વિવિધ પડતર માંગણીઓને લઈ વંથલી તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલીક યોગ્ય કરવા માંગણી કરાઈ હતી.વંથલી તાલુકાના એફ.પી.એસ. પ્રમુખ દિપકભાઈ ગોહેલ, ઉપપ્રમુખ દેવદાનભાઈ ચાવડા, મહામંત્રી દેવશીભાઈ દાસાએ મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રેશન ડીલર તરીકે આર્થિક અક્ષમતાના અભાવ સહિતની વિવિધ પડતર માંગણીઓ બાબતે પ્રદેશ અને રાષ્ટ્રીય ફેડરેશનની લાંબા સમયથી લડત ચાલી રહી છે,રાષ્ટ્રીય ફેડરેશનની બેઠકમાં નક્કી થયા મુજબ સામેલ માંગણીઓ બાબતે આપેલ સમય મર્યાદામાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવામાં નહીં આવે તો આગામી સમયમાં રેશન ડિલરો દ્વારા 2 ઓગસ્ટના સંસદ ઘેરાવ (ધરણા પ્રદર્શન) કાર્યક્રમમાં નવી દિલ્લી ખાતે હાજર રહી અમારી ન્યાયી અને વ્યાજબી માંગણી માટે અમો સમર્થન આપીશું તો અમારી માંગણી અને લાગણી સ્વીકારવા જણાવાયું હતું. આ તકે વંથલી તાલુકાના એફ.પી.એસ. ના વેપારીઓ હાજર રહ્યાં હતાં.