OpenAI CEOનું મોટુ નિવેદન : ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટ દરમિયાન જણાવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
OpenAI દ્વારા ગયા વર્ષે ChatGTP લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે OpenAIના ઈઊઘ સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ChatGTPના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે તો તેઓ યુરોપ છોડવાનું વિચારી શકે છે. ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.
- Advertisement -
યુરોપિયન યુનિયન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે કયા નિયમો રાખવા જોઈએ તે અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાફ્ટમાં, ChatGTP જેવા જનરેટિવ અઈં ટૂલ્સનો ઉપયોગ કરતી કંપનીઓએ તેમની સિસ્ટમ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ કોપિરાઇટ સામગ્રીને જાહેર કરવી પડશે.