ચૂંટણી પરિણામ બાદ લાગી શકે છે એક ઝટકો
વધુ રોકડ કાઢવા પર પણ વિશેષ સુવિધા ચાર્જ લાગી શકે છે
શું આપ આપની બેન્ક સિવાય કોઈ બીજી બેન્કના એટીએમનો ઉપયોગ કરો છો તો આપને બતાવી દઈએ કે તેનો ચાર્જ વધારવાની તૈયારી થઈ ચુકી છે. સુત્રો અનુસાર, એટીએમ પર આવતા ખર્ચ પર નવેસરથી વિચાર કરવામાં આવી રહ્યો છે. નવી સરકારના શપથ ગ્રહણ બાદ આ ચાર્જમાં ફેરફાર થઈ શકે છે.
- Advertisement -
જાણકારોના જણાવ્યા મુજબ બીજી બેન્કનાં એટીએમમાંથી રકમ કાઢવા અને લેવડ દેવડ કરવા પર ચાર્જ (ઈન્ટચેન્જ ચાર્જ) વધારીને 20 થી 23 રૂપિયા સુધી કરવામાં આવી શકે છે અને વધુ રોકડ કાઢવા પર વધારાનો સુવિધા ચાર્જ પણ વસુલી શકાય છે. જે વિસ્તારોમાં બેન્કો ઓછી છે કે, એટીએમ ઓછા છે ત્યાં સુધી આ ચાર્જ ઓછો રાખવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી પ્રત્યક્ષ લાભ ટ્રાન્સફર એટલે કે ડાયરેકટ બેન્ક ટ્રાન્સફર (ડીબીટ) ના લાભાર્થી એટીએમમાંથી આરામથી રકમ કાઢી શકે.
હવે વધુ ભરવા પડી રહ્યા છે એટીએમ
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભાડા અને ઈંધણનો ખર્ચ રોકડ ભરવાનો ચાર્જ અને ગૃહમંત્રાલયની શરતોનો પાલન કરવાનો ખર્ચ ઘણો વધી ગયો છે. કેસેટ બદલવાના ખર્ચની ભરપાઈ કરવા તેને વધારીને 23 રૂપિયા કરી શકાય છે.
નવા એટીએમ લગાવવાના ઓર્ડર અપાયા
એ જાણકારી પણ બહાર આવી છે કે સપ્ટેમ્બર 2023 થી માર્ચ 2024 સુધીમાં 45000 નવા એટીએમ અને કેશ રિસાઈકલીંગ મશીનોમાં ઓર્ડર દેવામાં આવ્યા છે.
- Advertisement -
જયાં ઓછી બેન્ક છે ત્યાં લાગશે એટીએમ
એટીએમ એકસચેંજ ચાર્જ વ્યવસ્થાની સમીક્ષા માટે રચાયેલ સમિતિનો રીપોર્ટ ફરી એકવાર ખબરમાં આવ્યા છે. જયાં ઓછી બેન્કો છે ત્યાં એટીએમ લગાવવાનું કામ ઝડપથી થશે
શું છે ઈન્ટરચેન્જ ચાર્જ
જયારે આપ અન્ય બેન્કના એટીએમ પર જઈને લેવડદેવડ કરો છો તો આ ચાર્જ આપની બેન્કમાંથી વસુલવામાં આવે છે. પહેલા આ ચાર્જ 15 રૂપિયા દર લેવડ-દેવડે હતો જે 1 ઓગસ્ટથી વધારીને 15 રૂપિયા દર લેવડ દેવડે કરાઈ હતી જેને વધારીને 1 ઓગસ્ટ 2021 થી 17 રૂપિયા કરી દેવાયો હતો.