ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દીવ ખાતે ઐતિહાસિક કિલ્લો આવેલ છે. જે હંમેશા થી લોકો ના આકર્ષણ નુ કેન્દ્ર રહ્યુ છે, અને આ કિલ્લામા પોર્ટુગલ શાસન દરમિયાન થયેલ યુધ્ધ ના અવશેષો પણ જોવા મળે છે. પણ આજ થી આ પૌરાણિક કિલ્લા ને જોવા માટે ચાર્જ વસૂલ કરવા ની શરૂઆત કરવામા આવી છે,અને એ પણ માત્ર એટીએમ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા જ પેમેન્ટ સ્વીકારવા આવી રહ્યુ છે જેને લઈ પર્યટકો થઈ રહ્યા છે પરેશાન,અને પર્યટકો મા ક્યાંક ને ક્યાંક નિરાશા તથા રોષ જોવા મળી રહ્યો છે, આજ થી 15 વર્ષ થી નીચે ના બાળકો માટે 75 રૂપિયા, 15 વર્ષ થી ઉપર ના માટે 100 રૂપિયા તથા વિદેશી પર્યટક માટે 200 રૂપિયા ચાર્જ લેવાશે, દીવ ના સ્થાનિક લોકો ને પણ આ ચાર્જ ચૂકવવો પડશે.
દીવ કિલ્લાને નિહાળવા આજથી ચાર્જ: કાર્ડ દ્વારા ઑનલાઈન પેમેન્ટ સિવાય નહિ ફરી શકાય કિલ્લો
