58 દિવસે 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવાયા છે. વડોદરાની આ દુર્ઘટનામાં 14ના મોત થયા હતા
વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 58 દિવસે 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવાયા છે. વડોદરાની આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા હતા. કેસની તપાસ દરમિયાન 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં કુલ 433 સાક્ષીઓના નિવેદનો લેવાયા છે.
- Advertisement -
જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક આરોપી ધર્મિન ભટાણી પણ છે જેની બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી.
એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો
આ બોટકાંડમાં એક્સન પણ લેવાયા છે. ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યવાહીના આપ્યા હતા આદેશ
વડોદરા હરણી બોટ દૂર્ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે આઇપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. વધુમાં આ મામલે કશુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તંત્રને આદેશ અપાતા કાર્યવાહી તેજ થઇ હતી.
- Advertisement -
ક્ષમતા કરતા વધુ બોટમાં બેસાડાયા
વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. જેમાં જેમના મોત થયા તેમાં 12 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી હતી. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. 31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા.