ATCમાં ટેકનિકલ ખામી: વિમાનોનું લેન્ડિંગ-ટેકઑફ્ફનું શેડ્યૂલ નથી મળી રહ્યું: અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ વિલંબ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હી એરપોર્ટ પર શુક્રવારના રોજ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીના કારણે 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. ન્યૂઝ એજન્સી ઙઝઈં મુજબ, ગુરુવાર સાંજથી જ ટેક્નિકલ ખામીના કારણે એર કંટ્રોલર્સને ફ્લાઇટનું શેડ્યૂલ) મળી નથી રહ્યું. એર ટ્રાફિક કંટ્રોલર્સ મેન્યુઅલી કામ કરી રહ્યું છે. હાલત ક્યાં સુધી સામાન્ય થશે, હજી આ વિશે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કોઈ જાણકારી આપી નથી. રિપોર્ટ્સ મુજબ, ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ ((AMSS)માં ખામી આવી ગઈ છે. આ પ્લેનના શેડ્યૂલ એટલે કે ટેકઓફ અને લેન્ડિંગની જાણકારી આપે છે. ATCના અધિકારીઓ પહેલાથી હાજર ડેટાની સાથે મેન્યુઅલી ફ્લાઇટ શેડ્યૂલ તૈયાર કરી રહ્યા છે. તેના કારણે ઘણી ફ્લાઇટ્સ એક કલાક મોડી ઊડી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com મુજબ, આ પહેલાં ગુરુવારે 513 ફ્લાઇટ્સ મોડી રવાના થઈ શકી હતી. અમદાવાદ એરપોર્ટ પર આવતી કેટલીક ફ્લાઇટો પણ ડીલે થઈ છે. જ્યારે સુરત અને વડોદરા આવતી-જતી ફ્લાઈટ્સના સમય પણ ખોરવાયા છે.



