ખાસ-ખબર સંવાદદાતા
યુનાઈટેડ નેશન્સની વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને 2022 વર્ષ સંબંધિત તેનો મૂલ્યાંકન અહેવાલ બહાર પડ્યો છે. એજન્સીએ કહ્યું છે કે, હવામાનની દ્રષ્ટિએ 2022 એટલું ખરાબ વર્ષ હતું કે એવું લાગતું હતું કે લોકો તેના કારણે અરાજકતાનો શિકાર બન્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં આખું વિશ્વ જીવલેણ પૂર, દુષ્કાળ અને ગરમીના મોજા સામે ઝઝૂમતું જોવા મળ્યું હતું. વિશ્વ હવામાન સંગઠન (ઠખઘ) દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા અહેવાલ મુજબ દેશમાં પૂર અને ભૂસ્ખલનમાં લગભગ 700 લોકોના મોત થયા છે, જ્યારે વીજળી પડવાથી અન્ય 900 લોકોના મોત થયા છે. આસામમાં પૂરના કારણે 6.63 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. ઠખઘના સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાઈમેટ 2022ના રિપોર્ટ અનુસાર, વિશ્વભરના મહાસાગરોની ઉષ્ણતા અને એસિડિટી તેના રેકોર્ડની સપાટી તેના ઉચ્ચ સ્તરે હતી અને એન્ટાર્કટિક સમુદ્રી બરફ અને યુરોપના બર્ફીલા આલ્પ્સ ગ્લેશિયર્સ તેમના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે સમુદ્રનું જળસ્તર વધ્યું છે. આ સાથે, હવામાં હીટ-ટ્રેપિંગ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ આધુનિક રેકોર્ડ્સમાં સૌથી વધુ નોંધાયેલું છે.