ખુલ્લા ખેતરમાં પડેલા મગફળીના પાથરાથી ખેડૂતોમાં ચિંતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પાડવાની આગાહી કરી છે, જેના લીધે આજ સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ પડે તો ખુલ્લા ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી જવાથી ખેડૂતોને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.હાલ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે અને ખેડૂતોને સારી ઉપજ થવાની આશા છે,એવા સમયે જો વરસાદ પડે તો ખેડૂતોને મોઢે આવેલ કોળીઓ ઝૂંટવાઈ જવાની ભીતિ છે.