28 જૂનના રોજ સવારે 6.30 વાગ્યે મંગળા આરતી થશે : બપોરે 1 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં 28 જૂનના રોજ અષાઢી ત્રીજના દિવસે રથયાત્રા ઉત્સવને અનુલક્ષી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, 28 જૂનના રોજ સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.
આ પછી સવારના નિત્યક્રમ મુજબ દર્શ ચાલુ રહેશે.
આ પછી બપોરે 1 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ પછી સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
દ્વારકાધીશ મંદિરના વહીવટી કચેરી દ્વારા જણાવ્યા અનુસાર, 7 વાગ્યા પછી સાંજના અન્ય ક્રમ નિત્ય મુજબના રહેશે. આ પછી રાતે 9.30 વાગે દર્શન બંધ કરી દેવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે 28 જૂન શનિવારે અષાઢી ત્રીજના રોજ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગની પુષ્પ નક્ષત્ર અને ઉદયતિથિ અનુસાર ઉજવણી કરવામાં આવશે. સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યાર બાદ મંદિર પરિસરમાં મુખ્ય ગર્ભગૃહની ચારેબાજુ પરિક્રમા કરવામાં આવશે.
ચાંદીના રથમાં બિરાજમાન થઈને ભગવાન પરિક્રમા કરશે. મોટી સંખ્યામાં ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે.
તેને લઈને મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચાંદીના રથને શણગારવામાં આવી રહ્યો છે.