ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે, પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે
- Advertisement -
અંબાજી
30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી આવનારા ભક્તો માતાજીના દર્શન યોગ્ય રીતે કરી શકે એ માટે મંદિરમાં દર્શન અને સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, તા.30/03/2025 ના સવારે 09:15 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે.
ઘટ સ્થાપન ચૈત્ર સુદ-1 (એકમ) રવિવાર તા.30/03/2025 ના સવારે 09:15 કલાકે
- Advertisement -
- આરતી સવારે 07:00 થી 07:30
- દર્શન સવારે 07:30 થી 11:30
- રાજભોગ બપોરે 12:00 કલાકે
- દર્શન બપોરે 12:30 થી 16:30
- આરતી સાંજે 19:00 થી 19:30
- દર્શન સાંજે 19:30 થી 21:00
ચૈત્ર સુદ-8 (આઠમ) તા.05/04/2025 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે
ચૈત્ર સુદ-15 (પુનમ) તા. 12/04/2025 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે
તા. 06/04/2025 થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.
પાવાગઢ
પાવાગઢ મંદિરના ટ્રસ્ટે સમય પત્રક જાહેર કર્યુ છે. ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના સમય ફેરફાર કરાયો એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે તારીખ પ્રમાણે જોઇએ તો તારીખ 30 માર્ચ , 5 એપ્રિલ, 6 એપ્રિલ, અને 12 એપ્રિલે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે. તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે 8 વાગ્યે બંધ થશે.