– ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું ચંદ્રની એ જગ્યાનું નામ ‘શિવ-શક્તિ પોઈન્ટ’
બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા વડાપ્રધાન મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા બાદ વૈજ્ઞાનિકોને મળવા ઈસરો કેમ્પસ પહોંચ્યા, વડાપ્રધાન મોદીએ કર્યા ત્રણ મોટા એલાન
- Advertisement -
ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાં ઉતર્યું છે તે બિંદુ ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે. બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા વડાપ્રધાન મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ તેઓ વૈજ્ઞાનિકોને મળવા ઈસરો કેમ્પસ પહોંચ્યા જ્યાં તેમણે આ જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોઈ પણ સફળતા અંતિમ હોતી નથી, તેથી જ્યાં આપણા ચંદ્રયાન-2ના પગના નિશાન પડ્યા હતા તે જગ્યા આજથી તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે.
#WATCH | The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/1zCeP9du8I
— ANI (@ANI) August 26, 2023
- Advertisement -
ચંદ્રયાન 3 ચંદ્રની જે જગ્યા પર ઉતર્યું તેનું નામ ‘શિવ-શક્તિ પોઈન્ટ’
વડાપ્રધાનએ કહ્યું કે, આ સફળતા માટે હું મિશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું મારા પરિવારના સભ્યો, તમે જાણો છો કે ખાસ મિશનને ટચ ડાઉન નામ આપવાની પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે જેના પર ચંદ્ર ઉતર્યો છે. જ્યાં લેન્ડર લેન્ડ થશે તે બિંદુ શિવશક્તિ તરીકે ઓળખાશે.
PM Modi greets ISRO scientists, declares August 23 as National Space Day
Read @ANI Story | https://t.co/hHArpE9f8x#NationalSpaceDay #ISRO #Chandrayaan3 #PMModi pic.twitter.com/FrMCvxdgPk
— ANI Digital (@ani_digital) August 26, 2023
ચંદ્રયાન 2 એ ચંદ્ર પર પોતાના પદ ચિહ્ન છોડ્યા, તે જગ્યાનું નામ હવે ‘તિરંગા’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા અને અહીં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતી વખતે વડાપ્રધાન મોદી પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે તમારી વચ્ચે રહીને ઘણો આનંદ થયો છે. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયા છે. હું શક્ય તેટલી વહેલી તકે તમને જોવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગુ છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યાં ચંદ્રયાન-3નું મૂન લેન્ડર લેન્ડ થયું તે ‘શિવ શક્તિ’ બિંદુ તરીકે ઓળખાશે. જ્યાં ચંદ્રયાન-2 તેના પગની છાપ છોડી તેને ‘તિરંગા’ તરીકે ઓળખવામાં આવશે.
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi says, "The spot on the lunar surface where the Chandrayaan-2 left its footprints will be known as 'Tiranga'. This will be an inspiration for every effort made by India. it will remind us any failure is not final…" pic.twitter.com/Ubk0IkXVXL
— ANI (@ANI) August 26, 2023
ચંદ્રયાન 3 જે દિવસે સફળ થયું તે દિવસ હવે નેશનલ સ્પેસ ડે તરીકે દર વર્ષે ઉજવાશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજથી જે પણ બાળક રાત્રે ચંદ્રને જોશે તે માની જશે કે જે હિંમત અને ભાવના તે બાળકમાં છે જેનાથી મારો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે. તમે બાળકોમાં આકાંક્ષાઓના બીજ વાવ્યા છે. તેઓ વટવૃક્ષ બનશે અને વિકસિત ભારતનો પાયો બનશે. યુવા પેઢીને સતત પ્રેરણા મળે તે માટે નિર્ણય લેવાયો છે. 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત તે દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ ( નેશનલ સ્પેસ ડે ) તરીકે ઉજવશે. આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
#WATCH | "On 23rd August, India hoisted flag on the Moon. From now onwards, that day will be known as National Space Day in India", says PM Modi pic.twitter.com/K16gbmUT2T
— ANI (@ANI) August 26, 2023
વૈજ્ઞાનિકોએ ISRO કમાન્ડ સેન્ટરમાં વડાપ્રધાન મોદીને ચંદ્રયાનનું સંપૂર્ણ મોડલ બતાવ્યું. તેમને ચંદ્રયાન-3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઈસરોમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત હવે ચંદ્ર પર છે, જેના માટે હું તમને સલામ કરવા માંગુ છું. તમારી ધીરજ અને શક્તિને સલામ કરવા માંગુ છું. તેથી જ હું અહીં આવવા માટે ખૂબ ઉત્સુક હતો.
ઈસરોના હેડક્વાર્ટર ખાતે ચંદ્રયાન-3 ટીમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે તમારી વચ્ચે રહીને ખૂબ જ આનંદ થયો. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયા છે. આવી ઘટનાઓ દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વખત બને છે. અધીરાઈ તેના પર વર્ચસ્વ ધરાવે છે. આ વખતે મારી સાથે પણ એવું જ થયું.હું દક્ષિણ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો, પણ મારું મન તમારી સાથે હતું.