કેસ વધતા લોકોને સાવચેતી રાખવાની અપીલ, તંત્ર એલર્ટ
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ 5 બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી ખઈવ બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં 7 બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે.
જોકે ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જછે. રાજકોટમાં નવી ખઈઇં બિલ્ડીંગ ખાતે ઈંઈઞ સાથેના 7 બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી હોવાનું છખઘ એ નિવેદન આપ્યુ છે.દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.રાજકોટનાં લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
- Advertisement -
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. આજે રાજકોટમાં 3 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે. મૃત્યુઆંક વધીને 19 થયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે.
રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીના મોત થઈ ગયા છે. જેમાં મોરબીના રાશિ પ્રદીપ સાહરીયાને 12 જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 14 જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતીયાનો 2 વર્ષીય પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડને 9 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું 15 જુલાઈએ મોત થઈ ગયું છે. જેતપુરના પેઢીયા ગામનો 8 વર્ષના કાળુ ચંપુલાલને 15 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. તેમજ મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.
મુખ્યમંત્રી કરશે કલેક્ટરો અને મ્યુનિ.કમિશનરો સાથે બેઠક
રાજ્યમાં ચાંદીપુરાના ચારેતફ મચી રહેલા હાહાકારને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમાં વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની આજે બપોરે 3.45 વાગ્યે સમીક્ષા કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવશે.
શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તાર આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે.