જૂનાગઢ દાતારની જગ્યામાં આજથી ચાર દિવસ ઉર્ષ મેળાનો પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઉપલા દાતાર જગ્યા એટલે કોમી એકતાનું પ્રતીક કે જ્યાં નથી મંદિર કે નથી મસ્જીદ તે જગ્યામાં આજથી ચાર દિવસ ઉર્ષ મેળાનો પ્રારંભ થશે આજે પ્રથમ દિવસે દાતાર બાપુના અમૂલ્ય આભુષણ ગુફા માંથી બહાર કાઢવામાં આવેછે વર્ષમાં માત્ર એકવાર કાઢવામાં આવેછે તેમાં કાનના કુંડળ,કાખઘોડી સાથે પોખરાજ સહીતના આભુષણને ગુફા માંથી બહાર કાઢવામાં આવેછે અને દાતારબાપુની વર્ષોથી સેવા કરતા ટેલીયા દ્વારા પવીત્ર આભુષણને શુદ્ધ કર્યા બાદ જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા તેને દૂધ,ગુલાબ જળથી પવીત્ર કરવામાં આવેછે અને ત્યાર દાતાર ભક્તો માટે દર્શન અર્થે રાખવામાં આવે છે.
- Advertisement -
અને બાદ તેને ચંદનનો લેપ કરીંને ફરીથી ગુફામાં મુકવામાં આવે છે. આજે મધ્યરાત્રીએ આભુષણની વિધિ બાદ ગઈકાલ મંગળાવરે આરામનો દિવસ રાખવામાં આવેછે અને બુધવારે રાત્રીના સમયે જગ્યામાં દીપમાળા યોજાય છે અને ગુરવારના ઉર્ષ મેળા પ્રસંગે દાતાર ભક્તો અને ભાવિકો ખુબ મોટી સંખ્યમાં ઉપલા દાતાર જગ્યાએ 3 હજાર સીડી ચડીને દર્શન અને દીદાર કરેછે ત્યારે બોહળી સંખ્યામાં પધારતા ભાવિકો માટે જગ્યાના મહંત ભીમબાપુની નિશ્રામાં મહાપ્રસાદનું આયોજન અવીરત ચાલેછે અને ભક્તો પ્રસાદ સાથે દાતાર બાપુના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરેછે આમ ઉપલા દાતાર ખાતે ચાર દિવસ ઉર્ષ મેળાનો રંગે ચંગે ઉજવણી કરવામાં આવેછે અને પોલીસ અને પ્રશાશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે.