આજથી મળશે ત્રણ દિવસની બેઠક: 8મીએ થશે જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલમાં છૂટક ફુગાવામાં ઘટાડો અને તેમાં આગળ રાહત મળવાની શક્યતાઓ વચ્ચે 8 જૂને પોલિસી રેપો રેટ(ને 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. રીઝર્વ બેન્ક આવતીકાલથી ત્રણ દિવસ વ્યાજદરોની સમિક્ષા કરશે અને 8મીએ તેના પરિણામ જાહેર કરશે. નિષ્ણાતો માને છે કે આ ભૂતકાળમાં પોલિસી મોરચે લેવામાં આવેલ નિર્ણયની અસરકારકતાનો સંકેત હશે.
- Advertisement -
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (ખઙઈ)ની બેઠક 6 થી 8 જૂન દરમિયાન મળવાની છે. નાણાકીય નીતિની 43મી બેઠકના નિર્ણયો 8 જૂન એટલે કે ગુરુવારે જાહેર કરવામાં આવશે. એપ્રિલમાં છેલ્લી ખઙઈ મીટિંગમાં છઇઈંએ વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.