કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ‘હું આ વિશે ચર્ચા કરવા માંગતો નથી’
કુલપતિની નિમણૂકમાં કૃષિમંત્રી અને ડૉ.વી.પી. ચોવટિયાની મિલીભગતનાં આક્ષેપ થતા પ્રશ્ર્ન ઉડાવ્યો
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢનાં આજે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફીસનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાજયનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાજર રહ્યાં હતાં. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિની નિમણુંકને લઇ ચાલતા વિવાદને લઇ રાધવજી પટેલને સવાલ કરતા રાધવજી પટેલે આ મુદે ચર્ચા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, હું આ વિશે ચર્ચા કરવા માંગતો નથી. રાજયનાં કૃષિ મંત્રી પોતાની જવાબદારીથી ભાગી શકે નહી. ખુદ કૃષિ મંત્રી અને ડો.વી.ચી.ચોવટિયાની મિલીભગનાં આક્ષેપ થતા પ્રશ્ર્ન ઉઠાવ્યાં હતાં. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ પદે ડો.વી.પી.ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. પહેલા તેવો ઇન્ચાર્જ કુલપતિ હતા બાદ તેમને કાયમી કુલપતિ બનાવવામાં આવ્યાં છે. તેમની નિમણુંકને લઇ વિવાદ ઉભો થયો છે. તેમની સામે અનેક રજુઆતો અને આક્ષેપ થયા છે. એસીબીમાં પણ રજુઆત કરાઇ છે. રાજયપાલ,મુખ્યમંત્ર સુધી રજુઆતો થઇ છે. પરંતુ કુલપતિ ડો. વી.પી.ચોવટિયાની સામે કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. આ નિમણુંકને લઇ કૃષિ મંત્રી સામે પણ આક્ષેપ થઇ રહ્યાં છે.ત્યારે આજે જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફીસનાં પ્રારંભ પ્રસંગે કૃષિ મંત્રી રાધવજી પટેલ જૂનાગઢ આવ્યાં હતાં. ત્યારે કૃલપતિ ડો.વી.પી.ચોવટિયાની નિમણુંકને લઇ સવાલ પુછવામાં આવ્યાં હતાં. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, હું આ વિશે ચર્ચા કરવા માંગતો નથી. જવાબદાર કૃષિ મંત્રીએ આ પ્રકારનો જવાબ આપી જાણે કુલપતિ ડો.વી.ચી.ચોવટિયાને ક્લીનચીટ આપી દીધી. કૃષિ મંત્રી પોતાની જવાબદારી અને કુલપતિ ડો.વી.પી.ચોવટિયાની નિમણુંક મુદે હાથ ઉંચા કરી દીધા હતાં. પોતે જવાબદારી જ ખંખરી નાખી હતી. યોગ્ય જવાબ આપવામાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો. કૃષિમંત્રી જવાબ આપવામાંથી ભાગી શકે નહી.
વિવાદીત કુલપતિને કૃષિમંત્રી રાઘવજી પટેલનું જાણે ખુલ્લું સમર્થન
આજે જયારે કૃષિમંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ આવ્યાં હતાં અને કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો.વી.પી.ચોવટિયા નિમણુંક અને વિવાદ અંગે પુછતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કોઇ જ પ્રકારની ચર્ચા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જાણે વિવાદીત કુલપતિને કુષિ મંત્રીએ ખુલ્લુ સમર્થન આપ્યું હોય તેવું જણાઇ આવ્યું છે. કોઇ પણ પ્રકારની ચર્ચા વિના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાને ક્લીનચીટ આપી દીધી છે. કૃષિમંત્રીનાં વર્તાવથી તેમની સામે પણ હવે આંગળી ચિંધાઇ તો નવાઇ નહી. રાજયનાં કૃષિ મંત્રી કૃષિ યુનિવર્સિટીનાં કોઇ પણ સવાલ માટે જવાબદાર છે. પોતે જવાબદારીમાંથી છટકી શકે નહી. તેમનાં આવા જવાબથી તો વિવાદીત લોકોને મોકળું મેદાન મળી જશે.
- Advertisement -
જૂનાગઢમાં ગુજરાતમાં પ્રથમ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિશ્ર્વ કોકોનેટ દિવસના અવસરે જૂનાગઢમાં ગુજરાતની પ્રથમ અને દેશની રાજ્યકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મંત્રીએ વિશ્ર્વ નાળિયેરી દિવસના અનુસંધાને કોચી (કેરળ) ખાતેના ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા અને વિશ્ર્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે દેશે પ્રાપ્ત કરી અનેક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે.સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેનાથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો નાળિયેરીના વિસ્તારોમાં નાળિયેરીનો પાક વધશે. તેમજ ખેડૂતોને તેનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા નાળિયેરીના ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાઓનો લાભ આ અહીના ખેડૂતોને મળશે. બોર્ડ દ્વારા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. નાળિયેર વિકાસ બોર્ડ એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે. નાળિયેર ઉત્પાદનમાં દેશ સમગ્ર વિશ્ર્વમાં પ્રથમ સ્થાને છે.