ફાઈનલમાં ભારત પ્રવેશે તો મેચ લાહોરને બદલે દુબઈમાં રમાશે
લાંબી રાહ જોયા પછી, આઇસીસીએ આખરે મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ભારત તેની તમામ લીગ મેચ દુબઈમાં રમશે. ભારત 23 ફેબ્રુઆરીએ દુબઈમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
- Advertisement -
જો ભારત ક્વોલિફાય થશે તો સેમી ફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ એ માં રાખવામાં આવ્યાં છે. આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ છે. ગ્રુપ-બીમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી કે, પાકિસ્તાન સંયુક્ત આરબ અમીરાત સાથે ટૂર્નામેન્ટની યજમાની કરશે, પીસીબી ભારતને સમાવવા માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત થયું છે. ભારત અને પાકિસ્તાનની માર્કી મેચ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ દુબઈમાં રમાવાની છે.
જો ભારત ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચશે તો દુબઇ ફાઇનલની યજમાની કરશે. આઇસીસીએ જાહેરાત કરી હતી કે ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરી 2025ના રોજ કરાચીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચથી શરૂ થશે અને 9 મી માર્ચ સુધી ચાલશે. સેમી ફાઈનલ અને ફાઈનલ બંનેમાં અનામત દિવસો રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025
- Advertisement -
ગ્રુપ એ :- બાંગ્લાદેશ, ભારત, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન.
ગ્રુપ બી :- અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શેડ્યૂલ
9 ફેબ્રુઆરી – પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડનો મેચ : નેશનલ સ્ટેડિયમ, કરાચી ખાતે રમાશે
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ અને ભારતનો મેચ, : દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાનો મેચ, : નેશનલ સ્ટેડિયમ, કરાચી ખાતે રમાશે.
22 ફેબ્રુઆરી – ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો મેચ : ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર ખાતે રમાશે.
23 ફેબ્રુઆરી – ભારત અને પાકિસ્તાનનો મેચ : દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડનો મેચ, : રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો મેચ, : રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડનો મેચ, : ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર ખાતે રમાશે.
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન અને બાંગ્લાદેશનો મેચ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો મેચ, : ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર ખાતે રમાશે.
1 માર્ચ – દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો મેચ, : નેશનલ સ્ટેડિયમ, કરાચી ખાતે રમાશે.
2 માર્ચ – ન્યુઝીલેન્ડ અને ભારતનો મેચ, : દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
4 માર્ચ – સેમિ-ફાઇનલ 1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
5 માર્ચ – સેમિ-ફાઇનલ 2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર ખાતે રમાશે.
9 માર્ચ – ફાઈનલ મેચ – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર ખાતે રમાશે.
જો ભારત ક્વોલિફાય થશે, તો ભારત સેમિ-ફાઇનલ 1 માં રમશે
જો પાકિસ્તાન ક્વોલિફાય થશે તો પાકિસ્તાન સેમિફાઇનલ 2માં સામેલ થશે.
જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.